- મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ખરાબ સ્થિતિ સર્જાઈ
- શિવપૂરી, શ્યોપૂર, ગ્વાલિયર, દતિયા, મુરૈના જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના બોલાવવા આદેશ
- વરસાદના કારણે ગ્વાલિયર-ચંબલ વિસ્તારમાં 1,171 ગામ અસરગ્રસ્ત થયા છે
ભોપાલઃ મધ્યપ્રદેશમાં સતત પડી રહેલા વરસાદ અને પૂરના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિ સર્જાઈ છે. શિવપૂરી, શ્યોપૂર, ગ્વાલિયર, દતિયા, મુરૈના જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના બોલાવવાનો આદેશ આપી દેવાયો છે. અનેક વિસ્તારોમાં સેનાની તહેનાતી પણ કરવામાં આવી છે. આ પહેલા શિવપૂરીમાં વાયુસેનાના 3 હેલિકોપ્ટરને રેસ્ક્યૂ માટે લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધી 1,000થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી તેમને સુરક્ષિત જગ્યા પર મોકલી દેવાયા છે.
આ પણ વાંચો-Gujarat Rain Update: જુનાગઢમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતા લોકો ત્રાહિમામ
મુખ્યપ્રધાને વડાપ્રધાન સાથે પૂર અંગે કરી વાતચીત
આ અંગે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર અંગે માહિતી આપી હતી. વડાપ્રધાનને રાજ્યને દરેક મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. રાજ્યમાં કેટલીક જગ્યાઓ પર જળ સ્તર વધ્યા પછી ડેમના ગેટ ખોલવાથી હજારો ગામ ટાપુ બની ગયા છે. તો ચંબલ અને પાર્વતી, બેતવા નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે. આ સાથે જ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ઝડપથી રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ પરીક્ષણ કરવામાં આવશે.