- કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે ફ્લોકીનોકિનીહિલિપિલિફિકેશન' શબ્દનો ઉપયોગ કર્યો હતો
- શબ્દના ઉચ્ચારણ અને અર્થને લઇને ચર્ચા થવા લાગી હતી
- ઘણી મહેનત પછી વપરાશકર્તાઓને ખબર પડી કે 'kerfuffle'નો અર્થ હંગામો અથવા ઉપદ્રવ થાય છે
ન્યુ દિલ્હી: અંગ્રેજીના ઘણાં અપ્રચલિત શબ્દો દ્વારા સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ કરનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે શુક્રવારે ટ્વિટર પર 'ફ્લોકીનોકિનીહિલિપિલિફિકેશન' શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના ઉચ્ચારણ અને અર્થને લઇને ચર્ચા થવા લાગી હતી.
આ પણ વાંચોઃપુલવામા હુમલાના આરોપી સામે તપાસ ન થવી એ શહીદોનું અપમાન: શશિ થરૂર
કોરોના વાઇરસના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના નામ ખૂબ મુશ્કેલ છે
તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ કે.ટી.રામા રાવ સાથે મૈત્રીપૂર્ણ સંવાદ દરમિયાન લોકસભાના સભ્ય થરૂરે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો કે, રાવનું કહેવું હતું કે, કોરોના વાઇરસના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના નામ ખૂબ મુશ્કેલ છે, જેનું ઉચ્ચારણ સરળ નથી હોતું. તેના જવાબમાં થરૂરે કહ્યું હતું કે, 'ફ્લોકીનોકિનીહિલિપિલિફિકેશન' ઓક્સફર્ડ ડિક્શનરી અનુસાર, આ શબ્દનો અર્થ 'અર્થહીન વસ્તુઓ વિશે વિચારવાની ટેવ' થાય છે.
નામોની પસંદગીમાં કોંગ્રેસના નેતાની મહત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે છે
આ શબ્દનો ઉપયોગ કર્યા પછી ઘણા ટ્વિટર વપરાશકર્તાઓમાં ચર્ચા થઈ હતી કે આ શબ્દનું ઉચ્ચારણ અને અર્થ શું હશે. તે જ સમયે, શશી થરૂરનો ઉલ્લેખ કરતા કેટી આરે કહ્યું કે, તેમને લાગે છે કે નામોની પસંદગીમાં કોંગ્રેસના નેતાની મહત્વપૂર્ણ ભૂમિકા હોઈ શકે છે.
શશી થરૂર અંગ્રેજી ભાષામાં તેમની પકડ અને અસાધારણ શબ્દભંડોળ માટે જાણીતા છે
તમને જણાવી દઈએ કે, શશી થરૂર અંગ્રેજી ભાષામાં તેમની પકડ અને અસાધારણ શબ્દભંડોળ માટે જાણીતા છે. થરૂરને ટેગ કરતા કેટી રામા રાવે લખ્યું કે, મને શંકા છે કે શશી થરૂરની આમાં કોઈ ભૂમિકા છે. મહત્ત્વની વાત એ છે કે, થરૂર સોશિયલ મીડિયા પર અંગ્રેજીના એવા એવા શબ્દોનો ઉપયોગ કરે છે જેને યુઝર્સ સમજી શકતા નથી.
આ પણ વાંચોઃદિલ્હી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે શશી થરૂર અને વરિષ્ઠ પત્રકારોની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો
શશી થરૂર માલદીવમાં ચિત્ર પોસ્ટ કરીને અંગ્રેજી શબ્દ 'kerfuffle'નો ઉપયોગ કર્યો હતો
વર્ષ 2019માં શશી થરૂર માલદીવમાં રજા પર ગયા હતા. તેણે ત્યાં એક ચિત્ર પોસ્ટ કરીને અંગ્રેજી શબ્દ 'kerfuffle'નો ઉપયોગ કર્યો હતો. આ શબ્દનો અર્થ શું છે તે વાંચ્યા પછી વપરાશકર્તાઓ પણ મૂંઝવણમાં મૂકાયા હતા. ઘણા લોકોએ તેનો અર્થ જાણવા માટે શબ્દકોશ ખોલી અને શબ્દનો અર્થ જોવાની શરૂઆત કરી હતી. ઘણી મહેનત પછી વપરાશકર્તાઓને ખબર પડી કે 'kerfuffle'નો અર્થ હંગામો અથવા ઉપદ્રવ થાય છે.