ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાના કામરેડ્ડીમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત, એક યુવતી ઈજાગ્રસ્ત - માર્ગ અકસ્માતમાં પાંચના મોત

તેલંગાણાના કામરેડ્ડી વિસ્તારમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના દુ:ખદ મોત થયા (KILLED IN A ROAD ACCIDENT) હતા. આ સાથે જ ઘટનામાં એક યુવતી પણ ઈજાગ્રસ્ત થઈ હતી.

FIVE WERE KILLED IN A ROAD ACCIDENT IN KAMAREDDY
FIVE WERE KILLED IN A ROAD ACCIDENT IN KAMAREDDY

By

Published : Mar 28, 2022, 1:43 PM IST

હૈદરાબાદ: કામરેડ્ડીમાં માચરેડ્ડી ઝોનના ઘનપુર (એમ) વિસ્તારમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના કરુણ મોત થયા (KILLED IN A ROAD ACCIDENT) હતા. આ ઉપરાંત, એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. રાજ્ય માર્ગ પરિવહનની બસ એક કાર સાથે અથડાતાં આ અકસ્માત થયો હતો. કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

તેલંગાણાના કામરેડ્ડીમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત

આ પણ વાંચો :Accident in Surat : સેવણી ગામ નજીક પસાર થતી નહેરમાં ખાબકી કાર

ઈજાગ્રસ્ત યુવતીની હાલત નાજુક : આ અકસ્માતમાં એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મૃતકોમાં બે પુરૂષ, બે મહિલા અને એક છોકરો સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત યુવતીની હાલત નાજુક છે. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બસના ટાયર ફાટવાના કારણે અકસ્માત થયો હોવાની પોલીસને આશંકા છે. પોલીસે હાલ ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :અસ્થિ વિસર્જન માટે ચાણોદ જતા જબૂગામ પાસે ખાનગી બસનો અકસ્માત

ABOUT THE AUTHOR

...view details