ન્યૂઝ ડેસ્કઃનવા માતા પિતા માટે (Parenting Tips) પ્રથમ વખત, તેમના બાળકનેઘરે લઈ જવાનો એ રોમાંચક અનુભવ (experience of becoming a parent) હોય છે. તમારા બાળકને ઘરે લાવવાનો અનુભવ, (exciting experience of taking a baby home) વિશ્વની સૌથી કિંમતી લાગણીઓમાંની એક કહી શકાય. જો કે, માતાપિતાબનવાની સાથે, જવાબદારીઓ પણ ઘણી વધી જાય છે. બાળકના આગમન પહેલા (Preparation at home for new born baby ) તમારા ઘરને તૈયાર કરી લો. જો તમે બાળકના આગમન પહેલા ઘરમાં બેડ, કપડાં, બેબી પ્રોડક્ટ્સ, વગેરે ગોઠવી દો છો, તો તમને તમારા નાના મહેમાનની સંભાળ રાખવામાં ખૂબ જ સરળતા રહેશે. તો ચાલો જાણીએ કે, બાળકના જન્મ પહેલા કેવા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ.
નિષ્ણાત પાસેથી અભિપ્રાય લોઃ જો તમારી આસપાસ કેટલાક મિત્રો અને સંબંધીઓ છે, જેઓ પેરેન્ટ્સ બની ચૂક્યા છે, તો તમે તેમની પાસેથી બેબી કેર સંબંધિત સલાહ લઈ શકો છો. એટલું જ નહીં, તમે બેબી કેર સેન્ટરમાં પેરેન્ટિંગ ક્લાસ (Parenting classes at baby care centers) પણ લઈ શકો છો. આમ કરવાથી તમે તમારી જાતને દરેક રીતે બાળક માટે તૈયાર કરી શકશો.
ઘરને સુરક્ષિત બનાવોઃ બાળકની સલામતી માટે, અગાઉથી તૈયારી કરવી વધુ સારું છે. ઉદાહરણ તરીકે, તમે ખાસ પથારી લઈ શકો છો જેથી, બાળક પથારીમાંથી ન પડી જાય, તમે સ્વચ્છતા સારી રાખવા (exciting experience of taking a baby home) માટે વધારાની બેડશીટ વગેરે રાખી શકો છો, પ્લગને બ્લોક કરી શકો છો વગેરે.