નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને (Assembly elections 2022) ધ્યાનમાં રાખીને ચાલી રહેલા પ્રચારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દેશભરના ભારતીય જનતા પાર્ટીના (BJP) કાર્યકરો સાથે વાતચીત કરશે. ભાજપે સોમવારે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરી હતી.
PM મોદી નમો એપ દ્વારા દેશભરના બીજેપી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે
ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે નમો એપ (PM Modi bjp workers namo app dialogue) (ઓડિયો) દ્વારા દેશભરના બીજેપી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે.'
વિધાનસભાની ચૂંટણીઓ મોદી મેદાને
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવામાં મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે. મણિપુરમાં બે તબક્કામાં અને ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં એક તબક્કામાં મતદાન થશે.