ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bihar News: બિહારના મધેપુરામાં થયો ભયાનક અકસ્માત, 5ના લોકોના થયા મૃત્યુ - ચૌસા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર

બિહારના મધેપુરામાં એક માર્ગ અકસ્માત થયો છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. ઘટના એટલી વિકરાળ હતી કે, ઓટોના સ્પેરપાર્ટસ ઉડી ગયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

Bihar News: બિહારના મધેપુરામાં થયો ભયાનક અકસ્માત, 5ના લોકોના થયા મૃત્યુ
Bihar News: બિહારના મધેપુરામાં થયો ભયાનક અકસ્માત, 5ના લોકોના થયા મૃત્યુ

By

Published : Mar 13, 2023, 1:31 PM IST

બિહાર:બિહારના મધેપુરામાં મધેપુરામાં હિવા અને ઓટોની ટક્કર થઈ છે. આ ભયાનક અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. બીજી તરફ ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્તો થયા છે. આ ઘટના ચૌસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કલાસન-ચૌસા એસએચ 58 પર ઘોષાઈ ગોઠ ગામ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે ઓટોમાં ગંગા સ્નાન કરવા જઈ રહેલા લોકોને કોઈ અજાણ્યા વાહને સામેથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઓટોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ પણ વાંચો:Budget session second phase: પહેલો દિવસ શરૂ થાય એ પહેલા કોંગ્રેસેની મોટી બેઠક, તોફની બનાવના એંધાણ

કેટલા લોકોના થયા મૃત્યુ:અકસ્માતને કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ તાકીદે તમામ ઇજાગ્રસ્તોને ઉપાડીને ચૌસા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અન્ય એક ઈજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી તમામ ઘાયલોના પરિજનોને આપવામાં આવી છે.

આ પણ વાંચો:PM Modi on Naatu Naatu: ભારતની ઓસ્કાર જીતથી ખુશ PM મોદીએ 'નાટુ-નાટુ' અને 'ધ એલિફન્ટ...'ની ટીમને પાઠવ્યા અભિનંદન

ઈજાગ્રસ્તો અને મૃતકો ક્યાંના છેઃઅકસ્માતનો ભોગ બનેલા તમામ સહરસા જિલ્લાના દુર્ગાપુર ભદ્દી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. ઘરના લોકો ખુશીથી ગંગામાં સ્નાન કરવા ભાગલપુર જિલ્લાના મહાદેવપુર ઘાટ પર જઈ રહ્યા હતા, આ દરમિયાન બધા જ આ દર્દનાક અકસ્માતનો ભોગ બન્યા. તે જ સમયે, મામલાની માહિતી મળ્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસમાં લાગી ગઈ. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મધેપુરા સદર હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details