ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Anti-Naxalite campaign: બીજાપુરના જંગલોમાંથી ઝડપાયા પાંચ નક્સલીઓ - બીજાપુર

છત્તીસગઢના બીજાપુરમાં પાંચ નક્સલીઓ ઝડપાયા છે. તમામ અપહરણ, હત્યા અને બ્લાસ્ટની ઘટનામાં સંડોવાયેલા હતા. સુરક્ષા દળોની એક ટીમે ધરમારામના જંગલોમાં નક્સલવાદીઓને ઝડપી પાડ્યા હતા. કેન્દ્રીય સુરક્ષા દળો અને પામેડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓના સંયુક્ત ઓપરેશન દ્વારા આ મિશન પાર પાડવામાં આવ્યું હતું.

બીજાપુરમાંથી ઝડપાયા પાંચ નક્સલીઓ
બીજાપુરમાંથી ઝડપાયા પાંચ નક્સલીઓ

By

Published : Jan 11, 2023, 7:35 PM IST

બીજાપુર(છત્તીસગઢ):નક્સલ વિરોધી અભિયાન હેઠળ બીજાપુરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. બીજાપુરના પાલમેડ વિસ્તારમાંથી નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ અપહરણ, હત્યા, લૂંટ અને વિસ્ફોટની ઘટનાઓમાં સામેલ ખતરનાક નક્સલીઓને જંગલોમાંથી ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં CRPF 151 અને CRPF 196 ની ટીમ સામેલ હતી.

જંગલોમાંથી ઝડપાયા નક્સલવાદીઓ: સુરક્ષા દળોની એક ટીમે જંગલોમાં શોધખોળ દરમિયાન નક્સલવાદીઓને પકડ્યા હતા. ધરમરામના જંગલોમાં પાંચ નક્સલવાદી ઝડપાયા છે. પોલીસની ટીમને જોઈને નક્સલવાદીઓ ભાગવા લાગ્યા હતા. જો કે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. કેન્દ્રીય સુરક્ષા દળો અને પામેડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓના સંયુક્ત ઓપરેશન દ્વારા આ મિશન પાર પડાયું હતું.

આ પણ વાંચો:નક્સલ પ્રભાવિત વિસ્તારમાં 15 ઓગષ્ટે થાય છે એક વૃક્ષની પૂજા

પામેડમાં IED વિસ્ફોટોમાં સામેલ હતા નક્સલી:ધરપકડ કરાયેલા નક્સલવાદીઓમાં તેલમ નાગેશ, ગુંડી લિંગૈયાનો સમાવેશ થાય છે. આ બંને અપહરણ અને હત્યાના બનાવમાં સંડોવાયેલા હતા. નક્સલવાદી ગુંડી રામારાવ ભૂમકલ મિલિશિયાના સભ્ય હતા. શામુ કરમ અને કરમ કામા પામેડમાં IED વિસ્ફોટોમાં સામેલ રહ્યા હતા. આ ઘટનામાં CRPFનો એક જવાન શહીદ થયો હતો. નક્સલવાદી ગુંડી રામારાવ ભૂમકલ મિલિશિયાના પ્રમુખ રહી ચૂક્યા છે. પોલીસે તેના પર દસ હજારનું ઈનામ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો:Poet Parul Khakkhar ની 'નક્સલ' કવિતા વિશે શું છે વિવાદ

નક્સલવાદીઓને કોર્ટમાં રજૂ કરાયાઃ પોલીસે તમામ નક્સલવાદીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ નક્સલવાદીઓને જેલના હવાલે કરી દીધા હતા. નક્સલવાદી સંગઠનમાં મોટા નેતાઓ નાના નેતાઓને કામ આપીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં થયો છે. પોલીસનો દાવો છે કે ધરપકડ કરાયેલા નક્સલવાદીઓની પૂછપરછમાં ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે.

નક્સલવાદીઓ સામે કડક કાર્યવાહી:પોલીસનો દાવો છે કે નક્સલવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે નક્સલવાદીઓ મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે છત્તીસગઢમાં સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે અવારવનવાર અથડામણ થતી રહે છે. નક્સલવાદી વિસ્તારોમાં થતી પ્રવૃતિઓને અટકાવવા માટે સુરક્ષાબળો એલર્ટ છે. અને નક્સલ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી નક્સલવાદીઓ સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details