ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એક જ પરિવારના પાંચ સભ્યોનું રહસ્યમય મોત, પોલીસ પણ મુંઝવણમાં - કલમ્બલમ પોલીસ

કેરળમાં એક જ પરિવારના પાંચ સભ્યો મૃત (Death of five members of the same family) હાલતમાં મળી આવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પંચાયતના અધિકારીએ પરિવારના વડાને તેનું ભોજનશાળા બંધ કરવા દબાણ કર્યું હતું. તેઓએ આજીવિકાનું સાધન ગુમાવ્યું હોવાથી તેઓએ આત્યંતિક પગલું ભર્યું છે.

એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યું, શું હશે કારણ ?
એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યું, શું હશે કારણ ?

By

Published : Jul 2, 2022, 2:43 PM IST

તિરુવનંતપુરમય/કેરળ:તિરુવનંતપુરમમાં (Thiruvananthapuram) એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. શનિવારે રહસ્યમય સંજોગોમાં તિરુવનંતપુરમના કલમ્બલમ નજીક ચથાનપારામાંથી (Chathanpara) મૃતદેહો મળી આવ્યા છે. મૃતકોની ઓળખ મનિકુટ્ટન, તેની પત્ની સંધ્યા, તેમની પુત્રી અમેયા અને પુત્ર અજીશ, સંધ્યાની માતાની બહેન દેવકી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મણિકુટ્ટન એક રૂમમાં લટકતો જોવા મળ્યો હતો અને અન્ય લોકો ઝેર ખાધા બાદ મૃત્યુ પામ્યા (Death because poisoning) હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો:એવું તો થયું કે મહિલાને વાંસ અને કપડાની બનેલી પાલખીમાં લઈ ગયા હોસ્પિટલ

કલમ 174 હેઠળ કેસ નોંધ્યો: પોલીસે જણાવ્યું હતું કે, મણિકુટ્ટન દેવામાં ડૂબી ગયો હતો અને તે ચથાનપરામાં (Chathanpara) નાનો સ્ટોર ચલાવતો હતો. બે દિવસ પહેલા પંચાયતના અધિકારીઓએ તેને મણિકુટ્ટનની ખાણીપીણીની દુકાન બંધ કરવા કહ્યું હતું. જેના પગલે બે દિવસ સુધી દુકાન બંધ રહી હતી. ત્યારથી, તે ડીપ્રેશનમાં હતો, આ આત્યંતિક પગલું ભરવાનું કારણ હોઈ શકે છે. પડોશીઓનું કહેવું છે કે, પરિવારને દેવા સંબંધિત સમસ્યાઓ હતી. કલમ્બલમ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 174 (Section 174) અકુદરતી મૃત્યુ (Unnatural death) હેઠળ કેસ નોંધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details