બાલાંગીરઃપાંચ દિવસની સતત ગણતરી બાદ દારૂના સામ્રાજ્યના કાળા નાણાની ગણતરી પૂરી થઈ ગઈ છે. જો કે રવિવારે પૈસાની ગણતરી પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ તેની ચોક્કસ રકમ હજુ જાણી શકાઈ નથી. કહેવામાં આવ્યું છે કે 1 કે 2 દિવસમાં ખબર પડી જશે કે કેટલી રકમ જપ્ત કરવામાં આવી છે. એક અંદાજ મુજબ જપ્ત કરાયેલી રકમ 300 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. બાલાંગિર સ્થિત એસબીઆઈની હેડ ઓફિસમાં છેલ્લા પાંચ દિવસથી ગણતરી ચાલી રહી છે.
ઓડિશાના બાલાંગિરમાં પાંચ દિવસ સુધી કાળા નાણાની ગણતરી ચાલું રહી, આટલી રકમ જપ્ત... - undefined
ઓડિશાના બાલાંગિરમાં આવકવેરા વિભાગ દ્વારા કાળા નાણા સામે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા નાણાની ગણતરી 5 દિવસ સુધી સતત ચાલુ રહી હતી.
Published : Dec 11, 2023, 11:43 AM IST
પૈસાની ગણતરી પૂર્ણ થઇ : 176 બેગમાં રાખેલી રોકડને નજીકની એસબીઆઈ શાખામાં ગણતરી માટે લઈ જવામાં આવી હતી. બાદમાં, તિતિલાગઢ અને સંબલપુરમાં દેશી દારૂના ઉત્પાદન એકમોમાંથી પણ મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી રોકડને બે વાનમાં સંબલપુર એસબીઆઈ શાખામાં લઈ જવામાં આવી હતી. રાજ્યના વિવિધ ભાગોમાં પાંચમા દિવસે પણ આઈટીના દરોડા ચાલુ રહ્યા હતા. ગઈ કાલે રાત સુધીમાં (રવિવારે) પૈસા ભરેલી તમામ 176 થેલીઓની ગણતરી થઈ ગઈ હતી.
60 કિલ્લો સોનું જપ્ત કરાયું : આ બધાની હજુ ગણતરી થઈ નથી. પૈસાની ચોક્કસ રકમ અથવા સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રક્રિયામાં હજુ થોડા દિવસો લાગશે અને ગણતરી બાદ સ્પષ્ટ થશે કે કેટલી રકમ જપ્ત કરવામાં આવી છે. એવા સમાચાર છે કે પૈસાની સાથે 60 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે. જો કે તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ તેના વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. આ અંગે હજુ સુધી આઈટી વિભાગ કે બેંકના અધિકારીઓએ કોઈ માહિતી આપી નથી. નોંધનીય છે કે, આવકવેરા અધિકારીઓએ બુધવારે ઓડિશા સ્થિત ડિસ્ટિલરી ફર્મ બૌધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડના વિવિધ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા અને ફર્મ સાથે સંકળાયેલા અન્ય દારૂના ધંધાર્થીઓ ઓડિશાના બાલાંગિર, સંબલપુર, સુંદરગઢ, ભુવનેશ્વર, પશ્ચિમ બંગાળના કોલકાતા, બોકારોમાં અને ઝારખંડના છે.