મુંબઈ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં રવિવારે તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચ બાળકોના મોત થયા (Nanded district lake accident) છે. આ ઘટના, નાંદેડમાં આવેલા કંદહારના જગતુંગ તળાવમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાંચમાંથી બે સગા ભાઈ અને ત્રણ પિતરાઈ ભાઈ હતા. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ, પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ તમામના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. (5 people drowned in the lake)
આ પણ વાંચો :દશામાંનો ઉત્સવ માતમમાં છવાયો, વિસર્જન વખતે યુવક-યુવતી ડૂબ્યા