નવી દિલ્હી: એક પછી એક તમામ રેટિંગ(Fitch Ratings) એજન્સીઓ 2022-23 માટે ભારતના આર્થિક વિકાસ(India's economic growth) દરના અનુમાનમાં ઘટાડો કરી રહી છે. હવે રેટિંગ એજન્સીએ પણ 2022-23માં ભારતના આર્થિક વિકાસ દરનું(Economic growth rate) અનુમાન 8.5 ટકાથી ઘટાડીને 7.8 ટકા કર્યું છે.
શું છે, ભારતનો 2022-23 નો વિકાસ દર - આર્થિક વિકાસ દર
એજન્સી ફિચે(Fitch Ratings) પણ 2022-23માં ભારતની આર્થિક વૃદ્ધિનું(India's economic growth) અનુમાન 8.5 ટકાથી ઘટાડીને 7.8 ટકા કર્યું છે.
2022-23 નો આર્થિક વિકાસ -અગાઉ, વિશ્વ બેંકે પણ 2022-23માં ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો હતો. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 7.5 ટકા રહી શકે છે. અગાઉ તેણે 8.7 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો. એટલે કે વિશ્વ બેંકે તેના અંદાજમાં 1.2 ટકાનો ઘટાડો કર્યો છે.
એજન્સીનો ડેટા -તાજેતરના દિવસોમાં, તમામ રેટિંગ એજન્સીઓ સહિતની સંસ્થાઓએ વધતી જતી ફુગાવા, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને વૈશ્વિક તણાવને કારણે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે.