ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો કઈ રીતે આ માછીમારોને બગાસું ખાતા મળ્યું પતાસું - Ghoul Fish

ગોલ્ડ ફિશનું નામ સાંભળીને તમને કદાચ એક્વેરિયમમાં જોવા મળતી નાનકડી માછલીની યાદ આવતી હશે,પરંતુ દરિયામાંથી મળતી ઘોલ માછલીને પણ ગોલ્ડ ફિશ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તેનું મૂલ્ય સોનાથી ઓછું નથી હોતું. મહારાષ્ટ્રના એક માછીમારોના જૂથને તાજેતરમાં જ બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું છે.

જાણો કઈ રીતે આ માછીમારોને બગાસું ખાતા મળ્યું પતાસું
જાણો કઈ રીતે આ માછીમારોને બગાસું ખાતા મળ્યું પતાસું

By

Published : Sep 1, 2021, 6:51 PM IST

  • મહારાષ્ટ્રના માછીમારને બગાસું ખાતા પતાસું મળ્યું
  • એક સાથે 153 ઘોલ માછલીઓ મળતા નસીબ ખુલ્યું
  • માછલીઓના વેચાણ બાદ 1.33 કરોડ રૂપિયાની આવક થઈ

મહારાષ્ટ્ર: જલગાંવનો ચંદ્રકાન્ત માછીમારી પરનો પ્રતિબંધ હટ્યા બાદ પોતાના 8 સાથીઓને લઈને દરિયો ખેડવા નિકળ્યો હતો. જોકે, દરિયો ખેડતી વખતે તેને લોટરી લાગી ગઈ હતી. તેની જાળમાં એક નહિ, બે નહિં, પરંતુ 157 ઘોલ માછલીઓ આવી ગઈ હતી. જેના વેચાણથી તેમને 1.33 કરોડ રૂપિયા મળ્યા હતા.

જાણો કઈ રીતે આ માછીમારોને બગાસું ખાતા મળ્યું પતાસું

શું છે ઘોલ માછલીનું મહત્વ?

ઘોલ માછલીને Ghoul Fish પણ કહેવામાં આવે છે, કેમ કે આની કિંમત સોના કરતા ઓછી નથી. આની કિંમત એટલા માટે હોય છે કારણકે તેનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. આથી બનતી દવાઓથી અનેક રોગની સારવાર થાય છે. આ સિવાય આનો ઉપયોગ કૉસ્મેટિક બનાવવા માટે પણ કરવામાં આવે છે. આની ડિમાન્ડ હૉંગકૉંગ, મલેશિયા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને જાપાન જેવા દેશોમાં ખૂબ જ વધારે હોય છે. આ માછલીના દરેક ભાગની પોતાની એક અલગ કિંમત હોય છે.

ABOUT THE AUTHOR

...view details