- દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના દ્વારા મોટા ફેરફારો કરાયા
- મોટી સંખ્યામાં મહિલા DCPને દિલ્હીના જિલ્લાઓની કમાન સોંપી
- દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલમાં પણ પ્રથમ વખત મોટો ફેરફાર
નવી દિલ્હી : દિલ્હી પોલીસ કમિશ્નરનું પદ સંભાળ્યા બાદથી રાકેશ અસ્થાના દ્વારા આવા અનેક પગલા લેવામાં આવ્યા છે, જેનાથી પોલીસ બેડામાં આશ્ચર્ય સર્જાય છે. તેમણે હવે પહેલી વખત મોટી સંખ્યામાં મહિલા DCPને જિલ્લાઓની કમાન સોંપી છે. દિલ્હી પોલીસમાં પ્રથમ વખત 15 જિલ્લામાંથી 6 જિલ્લાની કમાન મહિલા DCP સંભાળશે. એટલું જ નહીં, તેમણે પ્રથમ વખત સ્પેશિયલ સેલમાં 3 IPS, DCP ને પણ તૈનાત કર્યા છે.
દિલ્હી પોલીસના 7 જિલ્લાઓમાં નવા DCP ફાળવવામાં આવ્યા
દિલ્હી પોલીસમાં પૂર્વ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવ દ્વારા 3 જિલ્લાઓમાં મહિલા DCP ને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પશ્ચિમ જિલ્લાના DCP ઉર્વિજા ગોયલ, ઉત્તર-પશ્ચિમ જિલ્લાના DCP ઉષા રંગનાની અને પૂર્વ જિલ્લાના DCP પ્રિયંકા કશ્યપનો સમાવેશ થાય છે, બીજી બીજુ પુરુષ DCP અન્ય 12 જિલ્લાઓમાં રોકાયેલા હતા. શનિવારે દિલ્હી પોલીસના 7 જિલ્લાઓમાં નવા DCP ફાળવવામાં આવ્યા છે. જેમાં 2010 બેચના 3 મહિલા IPS અધિકારીઓને પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના દ્વારા તક આપવામાં આવી છે. જેમાં દક્ષિણ જિલ્લા DCP બેનિતા મેરી, મધ્ય જિલ્લા DCP શ્વેતા ચૌહાણ અને દક્ષિણ પૂર્વ જિલ્લા DCP ઈશા પાંડેનો સમાવેશ થાય છે.
પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ આપ્યું મહિલા અધિકારીઓને મહત્વ