દુબઈ એશિયા કપ 2022ની તૈયારીઓ માટે ટીમ ઈન્ડિયાએ ગુરુવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો (Team India practice session). આ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે બાકીના ખેલાડીઓએ નેટ્સમાં ઘણો પરસેવો પાડ્યો હતો (Team India sweats in the nets). એશિયા કપ 2022માં ભારતીય ટીમ 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે ( India vs Pakistan Match). ટી20 વર્લ્ડ કપ 2021 બાદ આ બંને ટીમો પહેલીવાર આમને સામને થશે.
ખેલાડીઓએ પરસેવો પાડ્યો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે નેટ સેશનમાં અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારનો સામનો કર્યો હતો. કોહલી સ્પિનરોના બોલ પર સ્ટેપ્સનો ઉપયોગ કરીને શોટ રમતા જોવા મળ્યો હતો, જ્યારે તેણે અર્શદીપના બોલ પર પોતાનો ક્લાસ બતાવ્યો હતો. રોહિત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે શરૂઆતમાં તેણે થોડા બોલ આરામથી રમ્યા હતા. પ્રેક્ટિસ પછી રોહિત શર્મા મસ્તી કરવાના મૂડમાં જોવા મળ્યો હતો. તે સ્કેટિંગ સ્કૂટર ચલાવતો જોવા મળ્યો હતો. રોહિતનો આ વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જ શેર કર્યો છે.