ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રશિયાથી સ્પુટનિક-5ની પહેલી ખેપ ભારત પહોંચી - નિકોલે કુડાશેવ

રશિયાની સ્પુટનિક-5ની રસીની પ્રથમ ખેપ ભારત પહોંચી હતી. વિમાન માર્ગે વેક્સિન હૈદરાબાદ લઈ જવામાં આવી હતી. રશિયાએ આ આરોગ્ય માલસામાનમાં દોઢથી બે લાખ ડોઝ મોકલ્યા છે. રશીયા રસીની રજૂઆત સાથે ભારતને કોરોનાની બીજી લહેરમાં કોરોના સામે લડવામાં મદદ કરે છે.

રસીકરણ અભિયાન
રસીકરણ અભિયાન

By

Published : May 1, 2021, 8:23 PM IST

  • રશિયાથી સ્પુટનિક-5ની પહેલી ખેપ ભારત પહોંચી
  • રશિયાએ દોઢથી બે લાખ ડોઝ મોકલ્યા
  • રશિયા ભારતને કોરોનાની બીજી લહેરમાં કોરોના સામે લડવામાં મદદ કરશે

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઇરસની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ઘણા દેશો મદદ માટે આગળ આવ્યા છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા રસી માટે જરૂરી કાચો માલ પૂરા પાડવાનું વચન આપ્યું છે, ત્યારે ઓક્સિજનનો જથ્થો બ્રિટન અને ફ્રાન્સથી આવી રહ્યો છે. આ દરમિયાન રશિયાની સ્પુટનિક-5 રસીનું પ્રથમ શિપમેન્ટ શનિવારે ભારત પહોંચ્યું હતું.

આ પણ વાંચો - દિલ્હીમાં GNTCD એક્ટ લાગુ, હવે ગવર્નર હશે દિલ્હીના બોસ

રશિયા કોરોના સામેની લડતમાં ભારતને સમર્થન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે

જૂન સુધીમાં ભારતને રસીના 5 મિલિયન ડોઝ મળવાની સંભાવના છે. કોરોના રસીના લગભગ 150,000થી 200,000 ડોઝ મે મહિનાની શરૂઆતમાં અને મેના અંત સુધીમાં 3 મિલિયનથી વધુ ડોઝ મોકલવામાં આવશે. ભારતમાં રશિયન રાજદૂત નિકોલે કુડાશેવે ટ્વિટ કર્યું કે 'આ માહિતી શેર કરીને આનંદ થયો કે, સ્પુટનિક-5ની રસીનો પ્રથમ બેચ હૈદરાબાદ પહોંચ્યો છે. રશિયા કોરોના સામેની લડતમાં ભારતને સમર્થન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.'

રશિયાથી સ્પુટનિક-5ની પહેલી ખેપ ભારત પહોંચી

આ પણ વાંચો - દિલ્હીની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં કોરોનાને કારણે બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ શહાબુદ્દીનનું અવસાન

રસીકરણની જાહેરાત કર્યા બાદ રસીની અછત

સૌથી જાણીતું નામ સ્પુટનિક 5 છે, કોરોના વાયરસ સામે નોંધાયેલ રસી. સર્વેમાં ભાગ લેનારા 10 માંથી સાત (74 ટકા) લોકોએ રશિયન રસી વિશે સાંભળ્યું છે. સ્પુટનિક-વી એ વિશ્વની બે સૌથી પ્રિય રસી છે. ઉલ્લેખનીય છે કે, વધતા રોગચાળાના આ યુગમાં કોરોના રસી એકમાત્ર સહારો છે. વિશ્વમાં સૌથી મોટું રસીકરણ અભિયાન અત્યારે ભારતમાં ચાલી રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારે 18થી 45 વર્ષ દરમિયાન રસીકરણની જાહેરાત કર્યા બાદ રસીની અછત આવી રહી છે.

આ પણ વાંચો - દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રની જાટકણી કાઢી, કેન્દ્રને ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત કરવા જણાવ્યું

ઘણા રાજ્યોએ રસીનો અભાવ હોવાની ફરિયાદ કરી

કેન્દ્ર સરકારે 1 મેથી દેશભરમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ અભિયાનની ઘોષણા કરી છે, પરંતુ ઘણા રાજ્યોએ રસીનો અભાવ હોવાની ફરિયાદ કરી છે. જેના કારણે તે રાજ્યો 1 મેથી રસીકરણ શરૂ કરી શકતા નથી. મોટાભાગના રાજ્યોના જણાવ્યા અનુસાર, કોવિડ રસી બનાવનારી કંપનીને તેમના વતી રસી ખરીદવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ કંપનીઓના મતે આ રસીના સપ્લાયમાં સમય લાગશે.

ABOUT THE AUTHOR

...view details