ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ જન્મભૂમિ પરિસરના વિસ્તરણ માટે ટ્રસ્ટ દ્વારા રૂ.1 કરોડમાં 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદાઈ - રામ જન્મભૂમિ પરિસરના વિસ્તરણ

રામ મંદિર સંકુલને 70 એકરની જગ્યાએ 107 એકરમાં બનાવવાની યોજનાનાં ભાગરૂપે રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર દ્વારા રામ જન્મભૂમિ સંકુલ પાસે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ ટ્રસ્ટે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદવા માટે પ્રતિ ચોરસ ફૂટ રૂ. 1,373ના દરે રૂપિયા 1 કરોડ ચૂકવ્યા છે.

રામ જન્મભૂમિ પરિસરના વિસ્તરણ માટે રૂ.1 કરોડમાં 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદી
રામ જન્મભૂમિ પરિસરના વિસ્તરણ માટે રૂ.1 કરોડમાં 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદી

By

Published : Mar 4, 2021, 1:36 PM IST

Updated : Mar 4, 2021, 3:32 PM IST

  • 107 એકરમાં વિસ્તૃત ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ કરાશે
  • રામ મંદિરના નિર્માણ માટે વધુ જગ્યાની જરૂર હોવાથી લેવાઈ જગ્યા
  • પાંચ એકર જમીનમાં મુખ્ય મંદિર બનાવવામાં આવશે

લખનઉ: રામ મંદિર સંકુલને 70 એકરની જગ્યાએ 107 એકરમાં બનાવવાની યોજનાના ભાગ રૂપે રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર દ્વારા રામ જન્મભૂમિ સંકુલ પાસે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદાઈ હોવાનું ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.

20 ફેબ્રુઆરીએ જમીનની નોંધણીના દસ્તાવેજો પર કરાયા હસ્તાક્ષર

અધિકારીના જણાવ્યા પ્રમાણે, અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરી રહેલા ટ્રસ્ટે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદવા માટે 1 ચોરસ ફૂટ દીઠ 1,373 રૂપિયાના દરે 1 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ટ્રસ્ટી અનિલ મિશ્રા કહે છે કે, 'અમે આ જમીન ખરીદી છે કારણ કે અમને રામ મંદિરના નિર્માણ માટે વધુ જગ્યાની જરૂર હતી.' ટ્રસ્ટ દ્વારા ખરીદેલી આ જમીન અશરફી ભવન પાસે આવેલી છે. ફૈઝાબાદના સબ રજિસ્ટ્રાર એસ.બી.સિંહે જણાવ્યું હતું કે, જમીનના માલિક દીપ નારાયણે 20 ફેબ્રુઆરીએ ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયની તરફેણમાં 7,285 ચોરસ ફૂટ જમીનની નોંધણીના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. મિશ્રા અને અપના દળના ધારાસભ્ય ઇન્દ્ર પ્રતાપ તિવારીએ સાક્ષીઓ તરીકે દસ્તાવેજો પર સહી કરી હતી.

મ્યુઝિયમ અને લાઇબ્રેરી વગેરે કેન્દ્રો પણ બનાવવામાં આવશે

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ટ્રસ્ટ માટે વધુ જમીન ખરીદવાની યોજના છે. રામ મંદિર સંકુલ નજીક મંદિરો, મકાનો અને ખાલી મેદાનના માલિકો સાથે વાટાઘાટો ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ 107 એકરમાં વિસ્તૃત ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ કરવા માંગે છે અને તેના માટે હવે 14,30,195 ચોરસફૂટ જમીન ખરીદવી પડશે. નોંધપાત્ર વાત એ છે કે પાંચ એકર જમીનમાં મુખ્ય મંદિર બનાવવામાં આવશે અને બાકીની જમીન પર મ્યુઝિયમ અને લાઇબ્રેરી વગેરે કેન્દ્રો બનાવવામાં આવશે.

Last Updated : Mar 4, 2021, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details