ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નવલી નવરાત્રીનો શુભારંભ: પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના - માતા શૈલપુત્રીનું વાહન

આજથી એટલે કે 26 સપ્ટેમ્બર 2022થી નવરાત્રીનો (Navratri 2022) પ્રારંભ થશે. દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી માં આદિશક્તિની પૂજાનો પ્રારંભ થાય છે. નવરાત્રીના પહેલા દિવસે વિધિ પૂર્વક કળશ સ્થાપના કરવામાં આવે છે. આ સાથે આ દિવસે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની (Shailaputri in the first form of Durga) વિધિવત પૂજા કરવામાં આવશે. નવરાત્રીના નવ દિવસ માં દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને પરિવારના કલ્યાણ માટે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે થાય છે માં શૈલપુત્રીની પૂજા.

નવલી નવરાત્રીનો શુભારંભ: પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના
નવલી નવરાત્રીનો શુભારંભ: પ્રથમ નોરતે આ રીતે કરો માઁ શૈલપુત્રીની આરાધના

By

Published : Sep 25, 2022, 5:26 PM IST

Updated : Sep 26, 2022, 6:16 AM IST

ન્યૂઝ ડેસ્ક: ધન્ય ધરા ગુર્જરી એટલા માટે કહેવાય છે કે, શક્તિ ઉપાસનાના પવિત્ર તીર્થધામ ગુજરાતની રક્ષા કરે છે. ઉત્તરે વિરાજતાં માઁ અંબાજી શક્તિપીઠ સહિતના ધામ આદ્યશક્તિ ભવાનીના ભક્તો માટે એક એવું આસ્થાનું ધામ છે, કે જ્યાં નવરાત્રીના (Navratri 2022) દિવસોમાં જ નહીં વર્ષભર ભક્તો માઁને નમવા આવતા રહેતા હોય છે.

કપરા કાળમાં ભક્તને અનોખું બળ:ગયા વર્ષને જેમ આ વર્ષે પણ કોરોના મહામારીને લઇને અલગ પ્રકારના વાતાવરણમાં નવરાત્રીના નવ દિવસ જવાના છે એ નિશ્ચિત છે, ત્યારે માઁ આદ્યશક્તિની ભક્તિ માટે શિરમોર સમાં નવરાત્રીના દિવસોનું ઉપાસના અને અનુષ્ઠાનને શ્રદ્ધાથી અનુસરતા ભાવિકો માટે સહસ્ત્રગણું મહત્ત્વ સમાયેલું છે. નવરાત્રીના નવ દિવસ માતાની આરાધના, આધ્યાત્મક જીવનનો આગવો અનુભવ અને રાત્રીના ઝગમગતા તારલાઓ વચ્ચે ખેલાતા ગરબાની અદભૂત ત્રિવેણી રચે છે, કે જે કપરા કાળમાં ભક્તને અનોખું બળ પૂરતી રહે છે.

પ્રથમ નોરતે કરોમાઁ શૈલપુત્રીની આરાધના:ગુજરાતની પોતીકી સંસ્કૃતિમાં અભિન્ન અંગ સમાન નવરાત્રીમાં જાહેર કાર્યક્રમો નથી યોજાવાના, પરંતુ સીમિતપણે પણ ગરબા રમવાનો સાત્વિક આનંદ લોકો માણી શકશે, ત્યારે નવેનવ નોરતાંમાં માઁ ભવાનીના નવ સ્વરુપોની આરાધના કરતા તેમનો મહિમા સ્મરણ પણ કરીએ.

નવરાત્રીના પ્રથમ નોરતે માઁ શૈલપુત્રીની પૂજા:નવરાત્રીના પ્રથમ નોરતે માતા ભવાનીનું પ્રથમ સ્વરુપ પૂજાય છે, તે છે શૈલપુત્રી સ્વરુપ. ભક્તો આ દિવસે માના સ્વરુપને જે પ્રકારે ચિંતવે છે, તે શૈલપુત્રી તરીકે મહિમાગાન કરવામાં આવે છે. શૈલ એટલે કે પર્વત. પર્વતના પુત્રી-શૈલપુત્રી કહેવાયા છે. માર્કંડેયપૂરાણમાં ઉલ્લેખયાં પ્રમાણે હિમાલયપુત્રીના આ સ્વરુપને નવદુ્ર્ગાના નવ સ્વરુપોમાં પ્રથમ સ્વરુપ તરીકે સ્થાન અપાયું છે. દેવીનું આ નામ હિમાલયને ઘેર પુત્રી તરીકે જન્મ લેવાથી પડ્યું છે. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતિક છે. મનુષ્યજીવનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે, એટલે આ દિવસે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ. શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે.

વરદ હસ્તમાં ત્રિશૂળ અને વામ હસ્તમાં કમળ:હિમાલયની ઉત્તુગતાંના શિખરે વિરાજતા ચંદ્રની શીતળતા સમાન સાત્વિક ધ્યેય પ્રાપ્ત કરાવે તેવા માતા શૈલપુત્રીનું વાહન (Mata Shailputri's vehicle) વૃષભ માનવામાં આવે છે. તેમના વરદ હસ્તમાં ત્રિશૂળ અને વામ હસ્તમાં કમળનું પુષ્પ ભક્તના માનસહૃદયમાં પમરાટ ફેલાવે છે. તેમની સ્તુતિ સ્વરુપે આ વચનો બોલવામાં આવે છે.

ભાલે દિવ્ય તેજસમાન ચંદ્રમાં ધારણ:અર્થાત હે માઁ ભગવતી આપ મનુષ્યોને મનવાંછિત લાભ અને ફળ આપનારા છો. આપ વૃષભ પર બિરાજમાન થઈ ત્રિશુલ અને કમળ ધારણ કરો છો. આપના ભાલે દિવ્ય તેજસમાન ચંદ્રમા ધારણ કરેલો છે. હે માઁ શૈલપુત્રી, તમે યશસ્વિની છો. સમસ્ત જગતને, ભક્તોને યશ અને તમામ સુખ આપનારા રક્ષા કરનારા છો.

માતાજીની મહાપૂજામાં નૈવેધ:ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મૂળાધારચક્રમાં સ્થિત કરે છે અને યોગસાધનાનો આરંભ કરે છે. પહેલાં દિવસે માતાજીની મહાપૂજા અંતર્ગત નૈવેધ તરીકે ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવવામાં આવે છે.

માં શૈલપુત્રીની કથા

  • નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતાનું વાહન વૃષભ છે. માતા શૈલપુત્રીને (story of Shailaputri) હિમાલયરાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે. તેની પાછળ એક દંતકથા છે. એકવાર પ્રજાપતિ દક્ષએ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા. તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું. પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી. આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી. પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી.
  • સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને તેને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો. સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી. તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ. આ ક્રોધ, અપરાધભાવ અને ક્રોધમાં તેણે યજ્ઞમાં પોતાનું ગ્રહણ કરી લીધું. ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો. ત્યાર પછીના જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી (Daughter of the Himalayas) તરીકે થયો હતો, જેને શૈલપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

માં શૈલપુત્રીની પૂજા વિધિ:નવરાત્રી મહાપર્વના પહેલા દિવસે માં શૈલપુત્રીની પૂજા (Maa Shailaputri Puja) કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન-ધ્યાન કરો અને પૂજા ઘરની સાફ-સફાઈ કરો. ત્યારબાદ એક ચોકી સ્થાપિત કરો અને તેના પર ગંગાજળનો છંટકાવ કરો. પછી ચોકી પર લાલ રંગનુ વસ્ત્ર પાથરો અને તેના પર માતાના બધા સ્વરૂપોનુ સ્થાપન કરો. ત્યારબાદ માં શૈલપુત્રીની વંદના કરીને વ્રતનો સંકલ્પ લો અને વ્હાઈટ રંગનુ ફૂલ અર્પણ કરો. ત્યારબાદ અક્ષત અને સિંદૂર અર્પણ કરો. આ વાતનુ ખાસ ધ્યાન રાખો કે તમે માં શૈલપુત્રીને વ્હાઈટ રંગનુ વસ્ત્ર અર્પણ કરો અને ગાયના ઘીમાંથી બનાવેલી મિઠાઈને પ્રસાદ તરીકે ધરાવો અને માતાની આરતી કરો.

Last Updated : Sep 26, 2022, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details