ઝારસુગુગા:મંત્રી નબા દાસને છાતીમાં ગોળી વાગી હતી. ગોળીબારની ઘટના તેમની બ્રજરાજનગર મુલાકાત દરમિયાન બની હતી. તેઓ એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. મંત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયુ છે. હુમલા પછી તરત જ, ગોપાલ દાસને સ્થળ પર હાજર રહેવાસીઓએ પકડી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. સુરક્ષા કર્મચારીઓ દ્વારા પોલીસ અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એક અજાણ્યા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નબા દાસ જ્યારે બ્રજરાજનગર નગરપાલિકાની બે નવી ઓફિસ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા માટે તેમની કારમાંથી બહાર આવ્યા ત્યારે તેમને નજીકથી ગોળી મારવામાં આવી હતી. એક વીડિયોમાં લોકોનું એક જૂથ નબા દાસને તેની કારમાંથી ખેંચીને લઈ જતા જોઈ શકાય છે. મંત્રીને છાતીની ડાબી બાજુએથી લોહી વહી રહ્યું છે અને વીડિયોમાં તે બેભાન હોય તેવું લાગી રહ્યું છે.
એક નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું હતું કે નબા દાસને કાર્યક્રમમાં ભીડ દ્વારા આવકારવામાં આવ્યા હતા. જ્યારે અચાનક બંદૂકની ગોળીનો અવાજ સંભળાયો હતો. "અમે એક પોલીસ કર્મચારીને નજીકથી ગોળીબાર કરીને ભાગતા જોયો. ઓડિશાના આરોગ્ય પ્રધાન નબા દાસ રવિવારે રાજ્યના ઝારસુગુડા જિલ્લામાં બ્રજરાજનગર પોલીસ અધિકારી દ્વારા ગોળી વાગતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને સારવાર માટે એરલિફ્ટ કરીને ભુવનેશ્વર લઈ જવામાં આવ્યા હતા. મંત્રી પર ફાયરિંગ કરનાર આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ગોપાલ દાસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હાલ તેની પુછતાછ ચાલુ છે.