બિહારઃ બિહારના નાલંદા જિલ્લામાં શનિવારની રાત તોફાનની રાત પુરવાર થઈ હતી. તોડફોડ કરીને આગચંપી કરવામાં આવી હતી. શનિવારે મોડી રાત્રે સમયાંતરે થતા ફાયરિંગમાં એક યુવાનનું અકાળે મોત થયું છે. પોલીસ અધિકારી એસપી અશોક મિશ્રાએ કહ્યું હતું કે, તોફાની તત્ત્વો સામે એક્શન લેવાયું છે. 50થી વધારે લોકોને પકડી લેવાયા છે. આઠ ફરિયાદ નોંધાઈ છે. પહડપુર, ખાસગંજ અને ગગનદિવાન વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના બની હતી. તોફાનીતત્ત્વો એક ધાર્મિક સ્થળ પાસેથી રહીને ફાયરિંગ કરી રહ્યા હતા.
80થી વધારે લોકોની ધરપકડઃ ફાયરિંગની સાથે આ વિસ્તારમાં પથ્થરમારો થયો હોવાની ઘટના પણ સામે આવી છે. જિલ્લા અધિકારી શશાંક શભંકરે જણાવ્યું હતું કે, શનિવારની રાત ખૂબ અજંપા ભરી હતી. બે મોટી ઘટનામાં 80થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 51 લોકોની પૂછપરછ થઈ છે. 144ની કલમ લાગુ કરાઈ છે પણ કર્ફ્યૂ નથી. 9 પોલીસ ફોર્સ એસ્ટ્રા બોલાવાઈ છે.
પોલીસ છાવણીમાં નાલંદાઃ નાલંદામાં આસપાસના પાંચ જિલ્લાઓની પોલીસને બોલાવી લેવામાં આવી હતી. સ્થિતિને કાબુ કરવા માટે આ પગલું ભરાયું છે. રાતના સમયે ફાયરિંગ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. વહેલી સવારે સ્થિતિ કાબુમાં હતી. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વાન અને જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પટના એટીએસના એસપી સંજય સિંહ અને સાત ડીએસપીને નાલંદા પોલીસને સહકાર આપવા માટે નાલંદા મોકલવામાં આવ્યા છે. નાલંદાના ડીએમ શશાંક શુભંકર અને એસપી અશોક મિશ્રાને હટાવવાની ચર્ચા નાલંદામાં જોરશોરથી ચાલી રહી છે.