જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગઈકાલે રાત્રે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. બીએસએફના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જો કે આ ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયાના હોવાની વિગતો મળી રહી છે. હાલ માહિતી અનુસાર સૈનિકને સારવાર માટે જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો છે.
Pak firing RS Pura Sector jk: પાકિસ્તાની રેન્જર્સ દ્વારા જમ્મુ અને કાશ્મીરના અરનિયા સેક્ટરમાં ફાયરિંગ, BSF જવાન ઘાયલ
પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામ ભંગની ઘટનાઓ સામે આવી રહી છે. ગત રાત્રે પણ પાકિસ્તાની રેન્જર્સ તરફથી ગોળીબાર થયો હતો. પાકિસ્તાન તરફથી આખી રાત ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.
Published : Oct 27, 2023, 3:53 PM IST
ભારે ગોળીબાર કરવામાં આવ્યો: બીએસએફ જમ્મુના પીઆરઓ અનુસાર, અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગઈકાલે રાત્રે પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. સવારે 3 વાગ્યા સુધી ગોળીબાર સતત ચાલુ રહ્યો હતો. પાક ફાયરિંગમાં બીએસએફના એક જવાનને સામાન્ય ઈજા થઈ હતી. તેમને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે. જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં અરનિયાના સાંઈ કલાનમાં સરહદી ગામ બુલે ચકના સરપંચે કહ્યું, 'પાકિસ્તાન તરફથી આખી રાત ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આમાં કોઈને ઈજા થઈ નથી પરંતુ એક મકાનને નુકસાન થયું છે. 6 વર્ષ બાદ ગઈકાલે રાત્રે પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો. અમારા સુરક્ષા દળોએ ફાયરિંગ કરીને જવાબ આપ્યો.
ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ: એક સ્થાનિક વ્યક્તિએ માહિતી આપતા કહ્યું, 'પાકિસ્તાન તરફથી રાતોરાત ગોળીબાર કર્યા પછી, અમને અત્યાર સુધીમાં ત્રણ મોર્ટાર શેલ મળ્યા છે. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કાશ્મીરના કુપવાડામાં સેનાએ પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીર ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કુમારના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ માર્યા ગયા હતા.