ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Mumbai Fire: ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, 7ના મોત, 31 લોકો સારવાર હેઠળ - mumbai

મુંબઈના ગોરેગાંવમાં એક 7 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે 45 લોકો ઘાયલ થયા હતા અને 6ના મોત થયા હતા. આગની આ ઘટનામાં 4 કાર અને 30 બાઇક બળીને રાખ થઇ ગઇ હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 8:00 AM IST

Updated : Oct 6, 2023, 10:39 AM IST

મુંબઈ: ગઈકાલે રાત્રે મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સવારે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે બિલ્ડિંગના પાર્કિંગમાં લાગેલી આ આગને કારણે 6 લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે. બે ઘાયલ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પાર્કિંગ વિસ્તારમાં આગ: મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં 7 માળની ઈમારતમાં સવારે 3.05 વાગ્યે આગ લાગી હતી. જય ભવાની બિલ્ડિંગના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પાર્કિંગમાં પાર્ક કરેલી 4 કાર અને 30થી વધુ બાઇક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સવારે 03.00 વાગ્યે એક મોટો વિસ્ફોટ થયો. વિસ્ફોટના અવાજથી બધા જાગી ગયા અને ઘરની બહાર દોડી ગયા. ફાયર બ્રિગેડના જવાનોએ બિલ્ડિંગમાં ફસાયેલા 40 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

આગના કારણની તપાસ: મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો બચાવ કામગીરીમાં લાગેલા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આગમાં ગ્રાઉન્ડ ફ્લોર પરની કેટલીક દુકાનો અને તેની આગળ પાર્ક કરેલી કાર બળીને રાખ થઈ ગઈ હતી. મુંબઈ ફાયર બ્રિગેડે માહિતી આપી છે કે આ લેવલ ટુની આગ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ આગના કારણની તપાસ કરી રહી છે.

31 લોકો ઈજાગ્રસ્ત: તાજેતરની માહિતી અનુસાર, આગમાં લગભગ 31 લોકો ઘાયલ થયા છે. આમાંથી કેટલાક બળી પણ ગયા છે. ઘણા લોકો ડરી ગયા અને બિલ્ડીંગ પરથી નીચે કૂદી પડ્યા જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોની સારવાર HBT અને કૂપર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. કેટલાક ઘાયલોને જોગેશ્વરીની ટ્રોમા કેર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

  1. Rajkot Fire News : રાજકોટ RTO ઓફિસ ખાતે આગનો બનાવ, ખાનગી બસ ખાખ થઈ
  2. Manipur Violence News: ઈમ્ફાલમાં હિંસા વકરી 2 ઘરને આગ ચંપાઈ
Last Updated : Oct 6, 2023, 10:39 AM IST

For All Latest Updates

TAGGED:

mumbai

ABOUT THE AUTHOR

...view details