કર્ણાટક : બેંગલુરુના અનેકલમાં શનિવારે સાંજે ફટાકડાના વેરહાઉસમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ 11 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ ઘટના અથીબેલે બોર્ડર પર સ્થિત બાલાજી ક્રેકર્સ ફટાકડાના વેરહાઉસમાં બની હતી. નવીનની ઓળખ વેરહાઉસના માલિક તરીકે થઈ છે. નાની તણખલાને કારણે આખી દુકાનમાં આગ લાગી હતી. પોલીસ અકસ્માતમાં મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ, ફટાકડાના ગોદામમાં 20 જેટલા કર્મચારીઓ હતા.
Fire In Firecracker Shop : બેંગલુરુમાં ફટાકડાની દુકાનમાં આગ, 11ના મોત - Fire In Firecracker Shop
કેન્ટર વાહનમાંથી ફટાકડા ઉતારવામાં આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કેટલા લોકો ફસાયા છે તે જાણી શકાયું નથી.
Published : Oct 7, 2023, 9:04 PM IST
20 લોકો હાજર હતા : પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ફટાકડાના ગોડાઉનમાં હાજર વીસ લોકોમાંથી ચાર જણ પોતાનો જીવ બચાવીને નાસી છૂટ્યા હતા. ફટાકડાના ગોદામમાં 16 લોકો ફસાયેલા હોવાની આશંકા હતી. પોલીસને અત્યાર સુધીમાં સાત મૃતદેહો મળ્યા છે. આ સાથે જ વેરહાઉસમાં લાગેલી આગ પર હજુ સુધી સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. કેટલાક લોકોનું કહેવું છે કે લારીમાંથી ફટાકડા ઉતારવામાં આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કેટલાક વાહનોમાં આગ પણ લાગી છે.
આગ પર કાબુ મેળવવાનું કામ ચાલું : આ સમગ્ર ઘટના અંગે બેંગલુરુ રૂરલ એસપી મલ્લિકાર્જુન બાલાદંડીએ જણાવ્યું હતું કે, બાલાજી ક્રેકર્સ ગોડાઉનમાં કેન્ટર વાહનમાંથી ફટાકડા ઉતારતી વખતે આ અકસ્માત થયો હતો. થોડી જ વારમાં દુકાન અને વેરહાઉસમાં આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે હાલ 80 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં દુકાન માલિક નવીન પણ દાઝી ગયા હતા. આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ જ ખબર પડશે કે દુકાનની અંદર કેટલા કર્મચારીઓ ફસાયેલા છે. બેંગલુરુ રૂરલ એસપીએ જણાવ્યું કે એફએસએલ ટીમ વેરિફિકેશન માટે આવશે. અમે દુકાનનું લાયસન્સ ચેક કરી રહ્યા છીએ.