મંચર્યાલા:તેલંગાણાના મંચર્યાલા જિલ્લાના મંદમરી મંડલના વેંકટપુરમાં ગઈકાલે રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં માલિક સહિત છ લોકો જીવતા દાઝી (Fire broke out in the house and six people were burnt alive) ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, હાલ તો પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે.
તેલંગાણામાં એક મકાનમાં લાગી ભીષણ આગ, 6 લોકો જીવતા દાઝી ગયા - તેલંગાણાના તાજા સમાચાર
તેલંગાણાના મંચર્યાલા જિલ્લામાં એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. આ અકસ્માતમાં ઘરમાં હાજર તમામ 6 લોકો જીવતા દાઝી (Fire broke out in the house and six people were burnt alive) ગયા હતા.
અકસ્માતના કારણોની પૂછપરછ: આગની આ ભયાનક ઘટના મંચર્યાલા જિલ્લાના મંદમરી મંડળના વેંકટપુરમાં બની હતી. આ અકસ્માતમાં ઘરના માલિક શિવાય (50), તેની પત્ની પદ્મા (45), પદ્માની મોટી બહેનની પુત્રી મૌનિકા (23), મૌનિકાની બે પુત્રીઓ અને અન્ય એક સંબંધી શાંતૈયાનું મૃત્યુ (Fire broke out in telegana 6 people died) થયું હતું. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસે બચાવ કામગીરી પણ હાથ ધરી હતી. DCP અખિલ મહાજને અકસ્માતના કારણોની પૂછપરછ કરી હતી.