ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પશ્વિમ બંગાળ: તોપસિયાના એક સ્લમ એરિયામાં લાગી ભયાનક આગ, મમતા બેનર્જીએ ઘટનાસ્થળની લીધી મુલાકાત - મુખ્યપ્રધાન મમતા બેનર્જી

પશ્વિમ બંગાળના તોપસિયાના એક સ્લમ વિસ્તારમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

તોપસિયાના એક સ્લમ એરિયામાં લાગી ભયાનક આગ, મમતા બેનર્જીએ ઘટનાસ્થળની લીધી મુલાકાત
તોપસિયાના એક સ્લમ એરિયામાં લાગી ભયાનક આગ, મમતા બેનર્જીએ ઘટનાસ્થળની લીધી મુલાકાત

By

Published : Nov 10, 2020, 10:30 PM IST

  • તોપસિયાના સ્લમ એરિયામાં લાગી ભયાનક આગ
  • ફાયર વિભાગ ઘટનાસ્થળે
  • મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ઘટનાસ્થળની લીધી મુલાકાત
  • આગ લાગવાનું કારણ અકબંધ

કલકત્તા: પશ્વિમ બંગાળના તોપસિયામાં એક સ્લમ વિસ્તારમાં આગ લાગી હતી. ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હજુ સુધી આગ લાગવાનું કોઈ કારણ સામે આવ્યુ નથી.

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ઘટનાસ્થળની લીધી મુલાકાત

તોપસિયા વિસ્તાર નજીક કોલકાતામાં મોટી આગ ભભૂક્યા બાદ 20 જેટલા ઝુંપડાઓને નુકસાન થયું છે. ફાયરના છ ટેન્ડરો તાત્કાલિક કાર્યવાહીમાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. સદનસીબે આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયુ નથી.

ABOUT THE AUTHOR

...view details