ઈન્દોર:શનિવારે વહેલી સવારે સ્વર્ણબાગ કોલોનીમાં આગનો તાંડવ જોવા મળ્યો (fire broke out in indore) હતો. બે માળની ઈમારતમાં અચાનક આગ લાગતા સાત લોકોના મોત થયા હતા. સાથે જ પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તમામની સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળને સીલ કરીને તપાસ શરૂ કરી છે.
ઈન્દોરમાં બે માળની ઈમારતમાં લાગી આગ, 7 લોકો જીવતા સળગી ગયા
વિજય નગર વિસ્તારની સ્વર્ણબાગ કોલોનીમાં બે માળના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી (fire broke out in indore) હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં સાત લોકો જીવતા સળગી ગયા હતા.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગઃપ્રાપ્ત માહિતી અનુસાર વિજય નગર વિસ્તારમાં સ્વર્ણબાગ કોલોનીમાં બે માળના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં ઈન્દોરના કમિશનર હરિનારાયણ ચારી મિશ્રા પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે ધારાસભ્ય મહેન્દ્ર હરદિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈન્ટેલિજન્સ ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.
આ પણ વાંચો:Bharti Ashram Controversy : ભારતી આશ્રમની સરખેજ ગાદી વિવાદ અંગે બેઠક, જાણો કોણ અને ક્યાં કરશે બેઠક
આગમાં સાત લોકોના મોતઃ ઈન્દોરની આ આગમાં સાત લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. પોલીસે મૃતકોના મૃતદેહને એમવોય હોસ્પિટલમાં ખસેડ્યો છે. જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. આગનો ભોગ બનેલા મોટાભાગના લોકો ભાડુઆત હોવાનું કહેવાય છે. શોર્ટ સર્કિટ પહેલા પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હતી. આ પછી તે ધીરે ધીરે આખા ઘરમાં ફેલાઈ ગઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગે કોઈને સંભાળવાની તક આપી ન હતી.