ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એશિયાની નંબર વન 'સ્ટાર પેપર મિલ'ના ગોડાઉનમાં ભીષણ આગ, મોટી જાનહાનિ ટળી - ગોયેન્કા ગ્રુપની પેપર મિલમાં આગ

ઉત્તરપ્રદેશના સહારનપુરમાં આવેલા સદર બજાર વિસ્તારમાં ગોયેન્કા ગ્રુપની સ્ટાર પેપર મિલમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોની કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવવમાં આવ્યો હતો. આ પેપર મિલ એશિયાની નંબર વન પેપર મિલ ગણાય છે.

એશિયાની નંબર વન 'સ્ટાર પેપર મિલ'ના ગોડાઉનમાં ભીષણ આગ
એશિયાની નંબર વન 'સ્ટાર પેપર મિલ'ના ગોડાઉનમાં ભીષણ આગ

By

Published : Mar 30, 2021, 12:13 PM IST

  • સહારનપુરના સદરબજારમાં આવેલી છે પેપર મિલ
  • સૂકા લાકડા ભરેલા ગોડાઉનમાં લાગી હતી આગ
  • આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ

સહારનપુર: સોમવારે મોડી રાત્રે એશિયાની નંબર વન 'સ્ટાર પેપર મિલ'માં જૂના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાગળ મિલના કાગળ અને કાચા માલમાં લાગેલી આગને કારણે લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવમાં આવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર બ્રિગેડના અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે.

પેપર મિલના ગોડાઉનમાં આગ લાગી

જણાવી દઈએ કે, ગોયન્કા ગ્રુપની સૌથી મોટી પેપર મિલ થાણા સહારનપુરના સદર બજાર વિસ્તારમાં આવેલી છે, જ્યાં સોમવારે મોડી રાત્રે લાકડાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જ્યારે આગના સમાચાર મળતા હાજર કર્મચારીઓ અને અધિકારીઓમાં હોબાળો મચી ગયો હતો. કર્મચારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનમાં સુકા લાકડા હોવાને કારણે આગ વધી રહી હતી.

આગના અન્ય સમાચાર:

કલાકોની જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ

સ્ટાર પેપર મિલના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગના બનાવ સમયે ગોડાઉનમાં કોઈ ન હોવાથી મોટી જામહાનિ ટળી ગઈ હતી. ચીફ ફાયર ઓફિસર તેજવીરસિંહે જણાવ્યું હતું કે, રાત્રે 8.30 વાગ્યે પેપર મિલમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. સ્થળ પર જોવામાં આવે તો કાગળ મિલના કાચા માલના સ્ટોકમાં આગ શરૂ થઈ હતી. ફાયર વિભાગના લાશ્કરોએ આગને કાબૂમાં લેવાની શરૂઆત કરી હતી. સખત મહેનત બાદ ચાર કલાક બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયુ હતું.

તપાસમાં લાગ્યા અધિકારીઓ

હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. તેમજ પેપર મીલમાં આગને કારણે થયેલા નુકસાનની ચોક્કસ વિગતો મળી નથી. આગ લાગવા પાછળના કારણની તપાસ હાલમાં ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details