ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટાંકીમાં વિસ્ફોટ થતાં ભારત પેટ્રોલિયમ ડેપોમાં લાગી આગ, અકસ્માતમાં 7 કામદારો ઘાયલ - ભોપાલ આગ અકસ્માત

ભોપાલ ટાંકીમાં વિસ્ફોટ થતાં ભારત પેટ્રોલિયમ ડેપોમાં લાગી (Bhopal Fire Accident) આગવાનો બનાવ બન્યો છે જેમાં અકસ્માતમાં 7 કામદારો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

ટાંકીમાં વિસ્ફોટ થતાં ભારત પેટ્રોલિયમ ડેપોમાં લાગી આગ, અકસ્માતમાં 7 કામદારો ઘાયલ
ટાંકીમાં વિસ્ફોટ થતાં ભારત પેટ્રોલિયમ ડેપોમાં લાગી આગ, અકસ્માતમાં 7 કામદારો ઘાયલ

By

Published : Oct 22, 2022, 1:19 PM IST

ભોપાલખજુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો અકસ્માત(Bhopal Fire Accident) થયો છે. બકાનિયાના ભારત પેટ્રોલિયમ ડેપોમાં ડીઝલની ટાંકીમાં વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી (Fierce fire petroleum depot) નીકળી હતી. આ અકસ્માતમાં સાતલોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ડેપોમાં ભીષણ આગખજુરી પોલીસ સ્ટેશન વિસ્તારના સ્થિર બકાનિયાના પેટ્રોલિયમ ડેપોમાં આગ લાગી હતી. ડીઝલની ટાંકી ફાટતાં પેટ્રોલિયમ ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં સાત લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘાયલોને વિવા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

ઘાયલોની સારવાર ચાલુખજુરી પોલીસ સ્ટેશન વિસ્તારના સ્થિર બકાનિયાના પેટ્રોલિયમ ડેપોમાં આગની ધટના બની હતી. આ બનાવમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. જે બાદ વિવા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details