ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિલિન્ડર લઈ જતા ટ્રકમાં કાન ફાટી જાય એવા ધડાકા, કાળમાળથી ટ્રાફિકજામ - Gas cylinder blast video

બિહારના મહાનગર ભાગલપુર નજીક નેશનલ હાઈવે પર ગેસ સિલિન્ડર લઈને જતા ટ્રકમાં આગ લાગતા મોટા મોટા ધડાકા (Gas cylinder truck blast Bhagalpur) થયા હતા. રાતના સમયે બનેલી આ ઘટનામાં એકાએક આગ લાગી જતા અંઘારી રાતમાં જાણે સૂર્યોદય થયો હોય એવું આગનું અજવાળું જોવા મળ્યું હતું. સમગ્ર કેસ સામે આવતા ભાગલપુર પોલીસ (Cylinder blast in Bihar ) ઘટના સ્થળે દોડી ગઈ હતી.

સિલિન્ડર લઈ જતા ટ્રકમાં કાન ફાટી જાય એવા ધડાકા, કાળમાળથી ટ્રાફિકજામ
સિલિન્ડર લઈ જતા ટ્રકમાં કાન ફાટી જાય એવા ધડાકા, કાળમાળથી ટ્રાફિકજામ

By

Published : Dec 14, 2022, 11:17 AM IST

Updated : Dec 14, 2022, 12:03 PM IST

સિલિન્ડર લઈ જતા ટ્રકમાં કાન ફાટી જાય એવા ધડાકા, કાળમાળથી ટ્રાફિકજામ

ભાગલપુર-બિહારઃભાગલપુરના નવાગાચિયામાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં વિસ્ફોટ (Gas cylinder truck blast Bhagalpur) થતાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકનું કરૂણ મોત નિપજ્યું હતું. બિહારના ભાગલપુરમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં બુધવારની વહેલી સવારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી, ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટના જિલ્લાના નવાગાચિયા (Cylinder blast in Bihar ) સબડિવિઝન વિસ્તારમાં નારાયણપુર પેટ્રોલ પંપ પાસે બની હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ સિલિન્ડરના ટુકડાઓ 100 મીટરની ત્રિજ્યામાં વેરવિખેર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ગાઝિયાબાદમાં ઝૂંપડપટ્ટીમાં લાગી ભીષણ આગ, ડઝનબંધ ઝૂંપડપટ્ટી બળીને રાખ

હોટેલ બળીને ખાખઃઆ ઘટનામાં એક હોટલ પણ સળગી ગઈ હતી. આગની માહિતી મળતાં જ ભાગલપુર અને ખાગરિયાથી ચાર-ચાર ફાયર વ્હીકલ્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સતત પાણીનો મારો ચલાવવાને કારણે હાઈવે પર પાણીની નદીઓ વહી ગઈ હતી. જોકે, આ ઘટનાને કારણે હાઈવેની બન્ને તરફનો ટ્રાફિક થોડા સમય માટે જામ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ બાદ સિલિન્ડરનો એક ટુકડો ભગવાન પેટ્રોલ પંપની પાણીની ટાંકીમાં પણ પડ્યો હતો. પેટ્રોલ પંપ અને પંપના કર્મચારીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ખાસ કોઈ જાનહાનિ થઈ હોવાના વાવડ નથી.

કારણ અકબંધઃઆ રીતે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. સૂત્રોનું કહેવું છે કે ત્યાં કટિંગ થયું છે. સિલિન્ડરનું બ્લેક માર્કેટિંગ થતું હતું. તે દરમિયાન આ ઘટના બની હતી. આગ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ છે. NH 31 પર ટ્રાફિક ન થાય એ માટે કાટમાળને પણ દૂર કરી દેવામાં આવ્યો છે. આ હાઈવે ભાગલપુરને છેક ઉત્તર પ્રદેશના કાનપુર સુધી જોડે છે. જણાવવામાં આવી રહ્યું છે કે એલપીજીથી ભરેલા ટ્રકને મુંગેર જિલ્લાના શંકરપુર ગામનો રહેવાસી મન્ટુ યાદવ ચલાવી રહ્યો હતો. જે ટ્રકમાં આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ ગયો.

આ પણ વાંચોઃ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલરમાં લાગી આગ, 18 મુસાફરોનો આબાદ બચાવ

લોકો દોડ્યાઃમાહિતી મળતાં જ ટ્રક ચાલકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના બુધવારે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. વહેલી સવારે લોકોને આ ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા. હાલમાં NH 31 પર વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે.

Last Updated : Dec 14, 2022, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details