ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં આગ, 90થી વધુ દર્દીઓને શિફ્ટ કરાયા - Fire in Ujjain Hospital

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલી પાટીદાર હોસ્પિટલમાં રવિવારે સવારના સમયે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે 90થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવેલા દર્દીઓમાં કેટલાક કોરોનાના દર્દીઓ પણ હતા અને કેટલાક દર્દીઓ દાઝ્યા હોવાની માહિતી પણ સાંપડી રહી છે.

ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં આગ
ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં આગ

By

Published : Apr 4, 2021, 1:59 PM IST

  • ગીચ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ
  • ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા ઘટનાસ્થળે પહોંચીને દર્દીઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું
  • રેસ્ક્યૂ કરાયેલા દર્દીઓમાં કોરોના સંક્રમિત દર્દીઓનો પણ સમાવેશ

ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પાટીદાર હોસ્પિટલમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગના બનાવમાં કેટલાક દર્દીઓ દાઝ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા 90 જેટલા દર્દીઓને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.

ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં આગ

આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી

સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આગના કારણે હોસ્પિટલમાં ભારે નુક્સાન પહોંચ્યું છે. અંદાજે 90થી વધુ દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં કોરોનાના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

વધુ માહિતી ટૂંક સમયમાં…

ABOUT THE AUTHOR

...view details