ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં લાગી ભીષણ આગ

દિલ્હીના શાસ્ત્રી પાર્કમાં આવેલા ફર્નિચર માર્કેટમાં આગ લાગી હતી. ત્યારે હાલ આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો છે.

fire
fire

By

Published : Apr 11, 2021, 6:53 AM IST

  • ફર્નિચર માર્કેટમાં લાગી ભીષણ આગ
  • આઠ લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા
  • મોડી રાત્રે લાગેલી આગ પર મેળવાયો કાબૂ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્કમાં આવેલી ફર્નિચર માર્કેટમાં આગ લાગી હતી. દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં મોડી રાતે લગભગ 12.45 વાગ્યે ભીષણ આગ લાગી હતી અને બજારમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો આવેલી છે.

અગ્નિશામક દળ ઘટનાસ્થળે

દિલ્હી ફાયર સર્વિસના સહાયક વિભાગીય અધિકારી રાજેશ શુક્લાના જણાવ્યા અનુસાર, શાસ્ત્રી પાર્કના ફર્નિચર માર્કેટમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોનો ફોન આવ્યા બાદ અગ્નિશામક દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.

આ પણ વાંચો: દિલ્હીના કેશવપુરમ વિસ્તારમાં ફૂટવેરની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી

આઠ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

આગ લાગવાની સૂચના મળતા જ 32 અગ્નિશામક દળ ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. આઠ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

બજારમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે લગભગ 12.45 વાગ્યે આગ લાગવાની સૂચના મળી હતી અને બજારમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો આવેલી છે.

આ પણ વાંચો: દિલ્હીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ

આગ લાગવાની ઘટનાઓમાં થયો વધારો

નોંધનીય છે કે, ઉનાળાની શરૂઆત સાથે જ દિલ્હીમાં આગ લગાડવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો મુજબ, 31 માર્ચ 2021ના રોજ પૂર્વ દિલ્હીના ગાંધીનગર રઘુવરપુરામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યાં એક મકાનમાં ભારે આગ લાગી હતી. અગ્નિશામક દળની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ આગને કાબૂમાં મેળવવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details