નવી દિલ્હીઃ દિલ્હીના વજીરપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં શુક્રવારે સવારે એક કોસ્મેટિક અને સોલવન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યા અનુસાર આજે સવારે લગભગ 8 વાગ્યે ફાયર વિભાગને આગની જાણ કરવામાં આવી હતી. આ પછી ફાયર વિભાગની 25 ગાડીઓ અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે.
આ પણ વાંચો:Tamilnadu News: મહિલાને હિજાબ ઉતારવાની ફરજ પાડનારા સાત લોકોની ધરપકડ
આગ પર કાબૂ મેળવાયો: હાલમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો નથી, પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ફેક્ટરીનું કેમિકલ મેઈન રોડ પર આવી ગયું, જેના કારણે એક વાહનમાં પણ આગ લાગી. ફાયર ફાઈટરોએ પહેલા મુખ્ય માર્ગ પર પાર્ક કરેલા વાહન અને બહાર લાગેલી આગને કાબુમાં લીધી હતી.