ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાઝિયાબાદના ભોપુરામાં 500થી વધુ ઝૂંપડપટ્ટીમાં લાગી આગ - ઝૂંપડપટ્ટીમાં લાગીઆગ

ગાઝિયાબાદના ભોપુરા વિસ્તારમાં આવેલી 500થી વધુ ઝૂંપડપટ્ટી આગની ઝપેટમાં આવી છે. આ આગથી ઝૂંપડપટ્ટીમાં રાખેલા સિલેન્ડરમાં પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે. જેનાથી આગે વિકાળ રુપ ધારણ કર્યું છે. સ્થાનિક લોકોએ પોલીસ તેમજ ફાયરવિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

Fire breaks
Fire breaks

By

Published : Nov 4, 2020, 10:22 AM IST

ઉત્તરપ્રદેશ: ગાઝિયાબાદના ટિલા મોડ વિસ્તાર આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી છે. આ આગમાં 500 ઝૂંપડપટ્ટી ઝપેટમાં આવી હતી. જાણકારી મુજબ કેટલીક ઝૂંપડપટ્ટીમાં ગોદામ બનાવવામાં આવ્યા હતા. જેમાં પૉલીથિન અને વેસ્ટ મટીરિયલનો સ્ટોર કરવામાં આવતો હતો.

પોલીસ કાફલો પણ ઘટના સ્થળે

હાલમાં વેસ્ટ મટીરિયલ સાથે કોઈ કેમિકલમાં આગ લાગતા આગે અન્ય ઝૂંપડપટ્ટીને પણ ઝપેટમાં લીધી હતી. આ આગથી હજુ નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોચી કામગીરી શરુ કરી છે. રાત્રે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ગાઝિયાબાદના ભોપુરામાં 500થી વધુ ઝૂંપડપટ્ટીમાં લાગી આગ

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details