ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના ઓખલા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ - દિલ્હીના સમાચાર

ઓખલા વિસ્તારમાં મધ્યરાત્રીએ ભીષણ આગ લાગી હતી. આગ ઓખલા વિસ્તારના ભંગારના ગોડાઉનમાં લાગી હતી. ઓખલામાં હરકેશ નગર મેટ્રો સ્ટેશન પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં કેટલાક ગોડાઉન આવેલા છે. તેમાંથી એકમાં આગ લાગી હતી, જોકે આગે ટૂંક સમયમાં જ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

ગોડાઉનમાં લાગી ભીષણ આગ
ગોડાઉનમાં લાગી ભીષણ આગ

By

Published : Feb 7, 2021, 8:46 AM IST

  • ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
  • દિલ્હીના ઓખલા વિસ્તારની ઘટના
  • ઘટનાસ્થળે 20થી વધુ ફાયરની ગાડીઓ હાજર

નવી દિલ્હી : દેશના રાજધાની દિલ્હીમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ મધ્યરાત્રીએ લાગી હતી. આગ ઓખલા વિસ્તારના એક ભંગારના ગોડાઉનમાં લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, આગમાં કેટલાક લોકો ફંસાયેલા છે, જેઓ વિશે કોંઇ માહીતી નથી. પાંચ કલાકથી વધુ સમય વીતી ગયો છે પરંતુ હજી સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ ચાલું છે.

હરકેશ નગર મેટ્રો સ્ટેશન પાસે લાગી આગ

દિલ્હીના હરકેશ નગરના મેટ્રો સ્ટેશન નજીક કપડાના ભંગારના વેરહાઉસમાં લાગેલી આગને કારણે અનેક ઝૂંપડપણીઓ બળી જવાની આશંકા છે. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ હાજર છે. મળતી માહીતી મુજબ, રાત્રના એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જે બાદ સ્થાનિકો લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ગાડીઓએ આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details