- થિયેટરના ઉપરના માળે સંભાળ રાખનાર વ્યક્તિની પત્નિ રસોઈ બનાવી રહી હતી
- ફાયર પ્રધાન સુજિત બોસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
- અકસ્માતમાં મહિલા બળીને ખાખ થઇ ગઈ હતી
કોલકાતા: કોલકાતાના લેક ટાઉન વિસ્તારમાં શુક્રવારે રાત્રે બંધ પડેલા સિનેમાહોલમાં આગ લાગતાં (fire in cinema hall) બે લોકો બળીને ખાખ થઇ (two people scorched)ગયા હતા. ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 'મિની જયા' સિનેમા હોલમાં લાગેલી આગને કાબૂમાં કરવા માટે 15 ગાડિઓને સ્થળ પર (15 fire tenders on the spot)મોકલવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સમીના વાવલ પાસે ચાલુ કારમાં આગ લાગતા ચાલકનું મોત
ફાયર પ્રધાન સુજિત બોસને બાતમી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
આ વિસ્તારમાં રહેતા ફાયર પ્રધાન સુજિત બોસને બાતમી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આગ કદાચ સ્ટવથી લાગી હતી, જેના પર થિયેટરની સંભાળ રાખનાર વ્યક્તિની પત્ની રસોઈ બનાવી રહી હતી. તેઓ આ બિલ્ડિંગના ઉપરના માળે એક ઓરડામાં રહે છે.
આ અકસ્માતમાં મહિલાનો પતિ પણ ઘાયલ થયો છે
બોસે કહ્યું હતું કે, એવું લાગે છે કે, આગ સ્ટવથી લાગી હતી, જેના પર થિયેટરની સંભાળ રાખતી વ્યક્તિની પત્નિ રસોઈ બનાવી રહી હતી. અકસ્માતમાં મહિલા બળીને ખાખ થઇ ગઈ હતી, જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં મહિલાનો પતિ પણ ઘાયલ થયો છે.