ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દોઢ ક્લાકે લખનઉ-શતાબ્દી એક્સપ્રેસમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ - દોઢ ક્લાકે આગ પર મેળવાયો કાબૂ

શનિવારે વહેલી સવારે લખનઉ-શતાબ્દી એક્સપ્રેસની લગેજ બોગીમાં આગ લાગી હતી. જેના કારણે ટ્રેનને દોઢ ક્લાકથી વધુ સ્ટેશન પર રોકાવાની ફરજ પડી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

લખનવ-શતાબ્દી એક્સપ્રેસમાં આગ
લખનઉ-શતાબ્દી એક્સપ્રેસમાં આગ

By

Published : Mar 20, 2021, 10:17 AM IST

  • લખનઉ-શતાબ્દી એક્સપ્રેસમાં આગ
  • લગેજ બોગીમાં લાગી આગ
  • દોઢ ક્લાકે આગ પર મેળવાયો કાબૂ

ન્યૂઝ ડેસ્ક: ગાઝીયાબાદ સ્ટેશન પર લખનઉ શતાબ્દી એક્સપ્રેસની લગેજ બોગીમાં આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિક અગ્નિશામક દળના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને સવારે સાત વાગે આગની ઘટનાની સૂચના મળી હતી ઘટનાની જાણ થતાં તેમણે 6 ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. દોઢ ક્લાકની જહેમતના અંતે તેઓ આગ પર કાબૂ મેળવામાં સફળ થયાં હતાં.

આ પણ વાંચો:સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી

આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રેનની સૌથી પાછળની લગેજ બોગી અને જનરેટરમાં આગ લાગી હતી. આગ લાગતા જ ટ્રેનની આ બોગીને ટ્રેનથી અલગ કરીને આગ બુઝાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આગ એટલી પ્રસરી ગઇ હતી કે બોગીના દરવાજા પણ ખોલી શકાય તેમ ન હતાં. જો કે સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગ શેના કારણે લાગી તે હજી જાણી શકાયું નથી.

આ પણ વાંચો:ઊંઝાની પાંજરાપોળમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ

ABOUT THE AUTHOR

...view details