- મહારાષ્ટ્ર સદન સ્થિત ગવર્નર સુઇટમાં સોમવારે સવારે અચાનક આગ લાગી
- આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી
- આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે
નવી દિલ્હી :આજે સોમવારની સવારે મહારાષ્ટ્ર સદન સ્થિત ગવર્નર સુઇટમાં સોમવારે સવારે અચાનક આગ લાગી ગઇ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. ફાયર વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયર કંટ્રોલ રૂમમાં એવી માહિતી મળી હતી કે, મહારાષ્ટ્ર સદનના એક ભાગમાં આગ લાગી છે.
આ પણ વાંચો : પારડી GIDC માં ભાનુશાલી પેકેજિંગમાં Fire, ઘટના સમયે 30 કામદારો કરી રહ્યાં હતાં કામ