ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પુણેના કેમ્પ વિસ્તારની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં - ફાયર બ્રિગેડ

મહારાષ્ટ્રના પુણેના કેમ્પ વિસ્તારમાં આવેલા ફેશન સ્ટ્રીટ માર્કેટમાં આગ લાગી હતી. સ્ટ્રીટ માર્કેટમાં આગને કારણે ખૂબ જ જોરદાર ધુમાડાના ગોટાળા જોવા મળ્યા હતા. માહિતી મળતાની સાથે જ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

પુણેના કેમ્પ વિસ્તારની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ
પુણેના કેમ્પ વિસ્તારની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ

By

Published : Mar 27, 2021, 7:01 AM IST

  • મહારાષ્ટ્રના પુણે જિલ્લાના કેમ્પ વિસ્તારમાં આવેલી ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ
  • માહિતી મળતાં, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી, જાનહાની ટળી
  • ફેશન સ્ટ્રીટ એક એવું બજાર છે જેમાં 500 થી વધુ સ્ટોલ છે

પુણે (મહારાષ્ટ્ર): જિલ્લાના કેમ્પ વિસ્તારમાં શુક્રવારે મોડીરાતે મોટી ઘટના સામે આવી હતી. કેમ્પ વિસ્તાર MG રોડ પર ફેશન સ્ટ્રીટ માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ખૂબ જ ઝડપથી આગ ફેલાઈ હતી. માહિતી મળતાં જ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ફેશન સ્ટ્રીટની દુકાનો બળીને ખાખ થઈ જતા આગની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.

આ પણ વાંચો:સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં

આગ લાગવાનું કારણ અકબંધ

મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ શિબિર વિસ્તારમાં આવેલી ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હતી. આ દરમિયાન, ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. મહામહેનતે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. પુણે કેન્ટોનમેન્ટ બોર્ડના CEO અમિત કુમારે કહ્યું કે, અચાનક આગથી સમગ્ર ફેશન સ્ટ્રીટ આગમાં ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

આ પણ વાંચો:કલકત્તાના બહુમાળી ઈમારતમાં લાગી આગ, 9 લોકોનાં મોત, વડાપ્રધાન મોદીએ મૃતકોને કરી 2 લાખની સહાય

ફેશન સ્ટ્રીટમાં 500થી વધુ સ્ટોલ

ફેશન સ્ટ્રીટ એક એવું બજાર છે જેમાં, 500થી વધુ સ્ટોલ છે. આ ફેશન સ્ટ્રીટ પર મુખ્યત્વે કપડા, પગરખાં અને એસેસરીઝ બનાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details