ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના પ્રતાપનગરની એક ફેક્ટરીમાં ભીષણ આગ, એક મૃતદેહ મળી આવ્યો - આગ લાગવાનું કારણ અકબંધ

દિલ્હીના પ્રતાપનગર વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી. સ્થળ પર 18 ફાયર બ્રીગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીં છે. આ સાથે સ્થળ પરથી એક મૃતદેહ પણ મળી આવ્યો છે.

દિલ્હીના પ્રતાપનગરની એક ફેક્ટરીમાં ભીષણ આગ
દિલ્હીના પ્રતાપનગરની એક ફેક્ટરીમાં ભીષણ આગ

By

Published : Feb 27, 2021, 3:01 PM IST

  • પ્રતાપનગરની એક ફેક્ટરીમાં આગ લાગતાં ફાયર ટેન્ડર સ્થળ પર
  • હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ
  • ફાયર વિભાગના એક વ્યક્તિને પણ ઇજા પહોંચી

નવી દિલ્હી:દિલ્હીના પ્રતાપનગર વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ લાગી છે. ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે. હજુ સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે. ફાયર વિભાગની ટીમ ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.

લોકોનું રેસ્ક્યૂ કરાયું

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "બધા લોકો અહીંયાંથી નીકળી ગયા છે, એક કે બે લોકોને સામાન્ય ઇજાઓ થઈ છે, ફાયર વિભાગના એક વ્યક્તિને પણ ઇજા પહોંચી છે. અમારા 18 વાહનો કાર્યરત છે, આગ કાબૂમાં છે. આ સાથે સ્થળ પરથી એક મૃતદેહ મળી આવ્યો છે."

ABOUT THE AUTHOR

...view details