ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Congress General Secretary Priyanka Gandhi સામે ફરિયાદ નોંધાઈ, શા માટે FIR થઈ જાણો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ( Congress General Secretary Priyanka Gandhi સામે ફરિયાદ ) મૌન ધરણા અંગે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. કલમ 144 અને કોવિડના નિયમોનું ઉલ્લંઘન સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ FIR સચિવાલય ચોકીના ઇન્ચાર્જે નોંધાવી છે. પોલીસે નોંધાવેલી એફઆઈઆરમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લુ સહિત 5 અધિકારીઓના નામ સામેલ કરાયાં છે.

Congress General Secretary Priyanka Gandhi સામે ફરિયાદ નોંધાઈ, શા માટે FIR થઈ જાણો
Congress General Secretary Priyanka Gandhi સામે ફરિયાદ નોંધાઈ, શા માટે FIR થઈ જાણો

By

Published : Jul 17, 2021, 1:17 PM IST

  • Congress General Secretary Priyanka Gandhi સામે ફરિયાદ
  • કલમ 144 અને કોવિડના નિયમોનું ઉલ્લંઘન સામે કેસ નોંધવામાં આવ્યો
  • ભાજપ બેઠકના સમાચારોને કોરાણે મૂકાવવા અને પ્રિયંકા છવાય તેવો દાવપેચ

લખનૌઃ જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી ( Congress General Ssecretary Priyanka Gandhi )વાડ્રા શુક્રવારે લખનઉ જિલ્લા વહીવટને છેતરીને જીપીઓ ખાતે સ્થિત ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયાં હતાં. કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવા મંજૂરી લીધી હતી.

નક્કી કાર્યક્રમને અનુસરીને બાદમાં થાપ આપી

રાજધાનીમાં પગ મૂકતાંની સાથે જ પ્રિયંકા ગાંધી હેડલાઇન્સમાં છે. શુક્રવારે ચૌધરી ચરણસિંહ એરપોર્ટ (Chaudhary Charan Singh Airport) જીપીઓ પહોંચવા સુધી કોંગ્રેસના કાર્યકરો દ્વારા ( Congress General Secretary Priyanka Gandhi ) પ્રિયંકા ગાંધીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રશાસનને છેતરવા માટે પ્રિયંકા ગાંધી એરપોર્ટથી સીધા જીપીઓ પાસે ન ગયાં અને પહેલા કૌલ હાઉસ ગયાં હતાં જ્યાં તેઓે રાત રોકાવાના હતાં.

પ્રિયંકાએ કેવી રીતે પોલીસને આપી માત

શુક્રવારે લખનૌ પહોંચેલાં Congress General Secretary Priyanka Gandhi કૌલ હાઉસમાં થોડો સમય રોકાયા બાદ જીપીઓ પહોંચી ગયાં હતાં. અહીં તેમણે પહેલાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને ત્યારબાદ બે મિનિટ મૌન ધારણ કર્યું. જ્યારે પોલીસે પ્રિયંકાને કોવિડ પ્રોટોકોલનું અનુસરણ કરવાની વિનંતી કરી ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહીં અને માત્ર કાગળ પર જ લખ્યું કે 'પંચાયતની ચૂંટણીમાં પણ કોરોના હતો'.આ પછી પોલીસ પ્રશાસનના કપાળે પરસેવો છૂટી ગયો હતો. તક જોઇને પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠાં હતાં.. આ સાથે કોંગ્રેસના મુખ્યમથકે મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોને પણ ગાંધી પ્રતિમા પર બેસવા આમંત્રણ અપાયું હતું.

પ્રિયંકા છવાઈ ગયાં

ભાજપ કાર્યાલયથી ગાંધી પ્રતિમાનું અંતર થોડાંક ડગલાં દૂર છે અને શુક્રવારે ભાજપ કાર્યાલય ખાતે રાજ્ય કાર્યકારી સમિતિની બેઠક મળી હતી. આ સ્થિતિમાં ભાજપ બેઠકના સમાચારોને કોરાણે મૂકાવવા અને ( Congress General Secretary Priyanka Gandhi ) પ્રિયંકા છવાઈ જાય એવો આ દાવપેચ કોંગ્રેસે કરી લીધો હતો.

આ પણ વાંચોઃ પ્રિયંકાના નિશાને મોદી સરકાર, કોરોનાથી મોતના આંકડા પર ઉઠાવ્યો સવાલ

આ પણ વાંચોઃ પ્રિયંકા-રાહુલનો BJP પર પ્રહાર, UPમાં હિંસાના નામે માસ્ટરસ્ટ્રોક

ABOUT THE AUTHOR

...view details