ગુજરાત

gujarat

ETV Bharat / bharat

FIRએ કોઈ ડિક્ષનરી નથી કે જે દરેક તથ્યો અને વિગતો જાહેર કરે : સુપ્રીમ કોર્ટ - new delhi

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, FIRએ કોઈ ડિક્ષનરી નથી કે જે ગુના અંગેની તમામ તથ્યોને જાહેર કરે. તેથી જ્યારે પોલીસ તપાસ ચાલી રહી હોય, ત્યારે કોર્ટે FIRના આક્ષેપોની યોગ્યતા પર આગળ વધવું જોઈએ નહીં.

supreme court
supreme court

By

Published : Apr 14, 2021, 2:28 PM IST

  • સુપ્રિમ કોર્ટે FIR મામલે મહત્વનો ચુકાદો આપ્યો
  • FIR કોઈ ડીક્ષનરી નથી કે જે ગુના અંગેના તમામ તથ્યો અને વિગતોને જાહેર કરે : સુપ્રિમ કોર્ટ
  • કોર્ટે FIRના આક્ષેપોની યોગ્યતા પર આગળ વધવું જોઈએ નહીં

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું કે, FIR કોઈ ડીક્ષનરી નથી કે જે ગુના અંગેના તમામ તથ્યો અને વિગતોને જાહેર કરે. જ્યારે પોલીસ તપાસ કરી રહી હોય, ત્યારે કોર્ટે આક્ષેપોની યોગ્યતામાં ન આવવું જોઈએ.

પોલીસને તપાસ પૂરી કરવાની છૂટ મળવી જોઈએ : સુપ્રીમ કોર્ટ

કોર્ટે જણાવ્યું કે, પોલીસને તપાસ પૂરી કરવાની છૂટ મળવી જોઈએ. ઉચ્ચ અદાલતોએ સમજી લેવું જોઈએ કે, ન્યાયના ગુનાહિત વહીવટ માટે ઝડપી તપાસની જરૂર પડે છે. તેમણે પ્રારંભિક તબક્કે ગુનાહિત કાર્યવાહીમાં દખલ ન કરવી જોઈએ. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે ટિપ્પણી કરી હતી કે, તેમણે ઉચ્ચ અદાલતો દ્વારા પસાર થયેલા ઘણા આદેશોનું અવલોકન કર્યું છે. જેમાં તપાસ દરમિયાન ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં કરવાના નિર્દેશો આપ્યા હતા.

આ પણ વાંચો :દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોત કોરોના સંક્રમિત થયા, ટ્વીટ કરીને માહિતી આપી

જ્યારે પોલીસ તપાસ ચાલી રહી હોય, ત્યારે કોર્ટે FIRના આરોપોની યોગ્યતા પર આગળ વધવું જોઈએ નહીં

બેન્ચે જણાવ્યું હતુ કે, FIRએ કોઈ ડીક્ષનરી નથી કે જે ગુનાથી સંબંધિત તમામ તથ્યો અને વિગતો જાહેર કરે. તેથી જ્યારે પોલીસ તપાસ ચાલી રહી હોય, ત્યારે કોર્ટે FIRના આરોપોની યોગ્યતા પર આગળ વધવું જોઈએ નહીં. પોલીસને તપાસ પૂરી કરવાની છૂટ હોવી જોઈએ. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ સંજીવ ખન્ના પણ બેન્ચ પર હતા.

આ પણ વાંચો :દિલ્હી હાઇકોર્ટ : કેદીઓની પરિવાર સાથેની બેઠકોમાં વધારો કરી શકાય

64 પાનાનો નિર્ણય આવ્યો

બેન્ચે 64 પાનાના ચુકાદામાં જણાવ્યું હતું કે, અસ્પષ્ટ તથ્યોના આધારે કહેવું કે, ફરિયાદ / FIR તપાસ કરવા યોગ્ય નથી તે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. તે અકાળે નિષ્કર્ષ સુધી પહોંચવા જેવું છે.

ગત વર્ષે સુપ્રિમ કોર્ટે સપ્ટેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટના વચગાળાના આદેશને રદ કર્યો હતો

સુપ્રિમ કોર્ટે ગત વર્ષે સપ્ટેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટના વચગાળાના આદેશને રદ કર્યો હતો. જેમાં 2019માં ઠગાઈ, છેતરપિંડી અને અન્ય આરોપોમાં નોંધાયેલી FIRમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details