બેગુસરાય: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સમયાંતરે કોઈને કોઈ મુદ્દે હેડલાઈન્સમાં રહે છે. પ્લેગ્રાઉન્ડમાં એક્ટિવ ન હોવા છતાં પણ તે લોકોના દિલમાં રાજ કરે છે. પણ બિહારના બેગુસરાયમાંથી જે (Court Case Filed name Of MS Dhoni) મામલો મહેન્દ્રસિંહ ધોનીને લઈ સામે આવ્યો છે એ થોડો એની ઈમેજને ડાઘ લગાવે એવો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Fir against Mahendra Singh Dhoni) સહિત આઠ વ્યક્તિઓ પર બિહારની બેગુસરાય કોર્ટમાં કેસ દાખલ થયો છે. આ કેસ ઉત્પાદન માટે સીએનએફ આપવા અને પછી એને પરત કરીને 30 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થવા મામલે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, મહેન્દ્રસિંહ ધોની એ ઉત્પાદનનો પ્રચાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ કંપનીના ચેરમેન પણ છે.
આ પણ વાંચો:Bjp Vs Bjp: રાજકોટમાં આજી નદીને પ્રદુષિત થતા બચાવવા ભાજપના ધારાસભ્ય મેદાને
ચેક બાઉન્સનો મામલો:એવું પણ જાણવા મળ્યું છે કે, ડી.એસ.એન્ટરપ્રાઈસના માલિક નીરજ નિરાલાએ બેગુસરાય કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટે સોમવારે આ મામલે સુનાવણી કર્યા બાદ કેસને ટ્રાંસફર કરી દીધો છે. આ કેસ હવે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ધ્યાને લેશે અને ચૂકાદો આપશે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અજય કુમાર મિશ્રાની કોર્ટમાં આ કેસની આગળની પ્રક્રિયા થશે. આ કેસની વધુ સુનાવણી તારીખ 28 જૂનના દિવસે થશે. આ કેસમાં મહેન્દ્રસિંહ ધોની સહિત અન્ય આઠ વ્યક્તિ સામે કેસ થયો છે.