મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત બુધવારના મુંબઈ પોલીસ (kangana ranaut mumbai police)ની સામે હાજર ન થઈ. કંગના રનૌતને લઇને અહીં તેની વિરુદ્ધ નોંધવામાં આવેલી FIRના (FIR Against kangana in Mumbai) સંબંધમાં પોલીસ સામે હાજર થવાનું હતું, જેમાં તેણે ખેડૂત આંદોલનને (kangana on farmers protest) કથિત રીતે એક અલગાવવાદી જૂથથી જોડ્યું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી.
વકીલે હાજર થવા બીજી તારખ આપવા વિનંતી કરી
એક શીખ સંગઠનની ફરિયાદ બાદ ગયા મહિને ખાર પોલીસ સ્ટેશનમાં રનૌત વિરુદ્ધ FIR દાખલ (fir against kangana in khar police station) કરવામાં આવી હતી. પોલીસે તેને આ મહિનાની શરૂઆતમાં પૂછપરછ માટે નોટિસ જારી કરી હતી. રનૌતના વકીલે બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે, તે 22 ડિસેમ્બરે ખાર પોલીસ સમક્ષ હાજર થશે. બુધવારે તેના વકીલે હાજર થવા માટે બીજી તારીખ આપવા વિનંતી કરી હતી.
તપાસ અધિકારીઓએ વકીલના ફોન કોલ્સનો જવાબ ન આપ્યો
રનૌતના વકીલ રિઝવાન સિદ્દીકી (kangana ranaut's lawyer)એ કહ્યું કે, "હાઈકોર્ટના આદેશની ભાવના, હેતુ અને ઉદ્દેશ્ય મુજબ અમે તપાસ અધિકારીને અગાઉની તારીખ માટે વિનંતી કરી છે અને અમે કોર્ટની આગામી સુનાવણી પહેલા પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગીએ છીએ. તપાસ અધિકારીઓ અમને સમાવવા તૈયાર ન હતા. તેમણે ન તો મારા ફોન કોલ્સ કે મેસેજનો જવાબ આપ્યો, સાથે જ તેમણે એ પત્રનો પણ કોઈ જવાબ ન આપ્યો જે તેમને આદેશના તરત પછી મોકલવામાં આવ્યો હતો."