કોપનહેગનફિનલેન્ડના વડાપ્રધાન સન્ના મારિનની પાર્ટીનો એક વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ (PM Marin Video Went Viral On Social Media ) થયો હતો, જેના પછી તેની આકરી ટીકા થઈ રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 36 વર્ષની વડાપ્રધાન સના મારિન તેના મિત્રો સાથે ડાન્સ કરતા, ગાતા અને દારૂ પીતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પર પાર્ટી દરમિયાન ડ્રગ્સ લેવાનો આરોપ પણ લાગ્યો છે. જો કે, વડાપ્રધાન મારિને ડ્રગ્સ લેવાના દાવાને નકારી કાઢ્યા અને કહ્યું કે, તેણે તેના મિત્રો સાથે પાર્ટી કરતી વખતે કંઈ ખોટું કર્યું નથી.
આ પણ વાંચોઋષિ સુનકે યુકેમાં જન્માષ્ટમીની કરી ઉજવણી, પત્ની અક્ષતા મૂર્તિ સાથે ઈસ્કોન મંદિરની લીધી મુલાકાત
PM મારિન કહ્યું દારૂ સિવાય મેં કંઈ લીધું નથીવાયરલ વીડિયોમાં ઓછામાં ઓછા છ લોકો ફિનલેન્ડના વડાપ્રધાન સાથે નાચતા અને ગાતા જોઈ શકાય છે. વડાપ્રધાન મારિન ડાન્સ ફ્લોર પર તેના હાથ પકડીને ડાન્સ કરી રહી છે. એસોસિએટેડ પ્રેસ (એપી) અનુસાર, વડાપ્રધાન મારિને ફિનિશ બ્રોડકાસ્ટર YLE ને કહ્યું કે, હું નિરાશ છું કે તે જાહેર થઈ ગયું છે. મેં મિત્રો સાથે સાંજ વિતાવી હતી. મેં ડ્રગ્સનું સેવન કર્યું નથી. તેણે સ્પષ્ટ સ્વરમાં કહ્યું કે, દારૂ સિવાય મેં કંઈ લીધું નથી. મેં પાર્ટીમાં ડાન્સ કર્યો, ગાયું અને ખૂબ મજા કરી હતી. આ પાર્ટી સંપૂર્ણપણે કાયદાકીય માળખામાં રહી હતી.
આ પણ વાંચોભારતના આ એરપોર્ટ પર હવે મુસાફરો માટે કેપ્સ્યુલ બેડની સુવિધા
PM મારિનએ સ્વેચ્છાએ ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએમારિનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સાથી અને કેન્દ્ર પાર્ટીના સાંસદ મિક્કો કર્ને કહ્યું કે, વડાપ્રધાન મારિનએ સ્વેચ્છાએ ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ. જો કે, પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મારિન પણ આ પરીક્ષણ માટે સંમત થયા છે. અહેવાલો અનુસાર, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SDP) સાંસદ ઇલમારી નુર્મિનેન અને ફિનિશ ગાયિકા અલ્મા પણ પાર્ટીમાં સામેલ થયા હતા. જો કે આ વીડિયો ક્યારનો છે તે સ્પષ્ટ થયું નથી. 2019 માં ફિનલેન્ડની સૌથી નાની વયની વડા પ્ધાન બનેલી મારિને જણાવ્યું હતું કે, તે અન્ય વ્યક્તિની જેમ, પોતાનો ફ્રી સમય મિત્રો સાથે વિતાવે છે. તેણીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે તેણી હંમેશા જે વ્યક્તિ રહી છે તે જ રહેવા માંગે છે. વડાપ્રધાન મારિને ટિપ્પણી કરી કે, મને આશા છે કે, તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને ચૂંટણીમાં દરેક વ્યક્તિ આ મુદ્દાઓ નક્કી કરી શકે છે.