લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 6 લાખ 10 હજાર લાભાર્થીઓને 2,690 કરોડ રુપિયા ડિઝિટલ માધ્યમથી આપશે. તેમજ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમમાં વચ્યુઅલ માધ્યમથી સામેલ થશે.
યુપીમાં આશરે 22 લાખ ગ્રામીણ આવાસ બનાવવામાં આવશે
લાભાર્થીઓ સાથે વાતચીત કરતા પીએમે સંબોધનમાં જણાવ્યું કે, આ યોગીજીની સરકારની સક્રિયતાનું પરિણામ છે કે, યુપીમાં આશરે 22 લાખ ગ્રામીણ આવાસ બનાવવામાં આવશે. જેમાં 21.5 લાખ ઘરોને બનાવવા માટેની મંજૂરી પણ આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઉત્કૃષ્ટ કામગીરી માટે નવ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવ્યા
રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ની અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માં ઉત્કૃષ્ટ કામગીરી માટે ગત નાણાંકીય વર્ષમાં ઉત્તર પ્રદેશને ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સૌથી વધુ નવ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવ્યા હતા.