ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રાહત નહિ આપી શકે સરકાર, જાણો નાણાપ્રધાને શા માટે આમ કહ્યું? - પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રાહત નહિ આપી શકે સરકાર

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હાલમાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા માટે ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, અગાઉની સરકાર દ્વારા લેવામાં આવેલા ઓઈલ બોન્ડની ચૂકવણી બાકી હોવાથી હાલમાં ભાવ ઘટાડી શકાય તેમ નથી.

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રાહત નહિ આપી શકે સરકાર
પેટ્રોલ ડીઝલની કિંમતોમાં રાહત નહિ આપી શકે સરકાર

By

Published : Aug 16, 2021, 8:07 PM IST

  • નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને આપી પ્રતિક્રિયા
  • હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા નહીં - નાણાપ્રધાન
  • હજુ પણ ઓઈલ બોન્ડ પેટેના 1.30 લાખ કરોડ ચૂકવવાના બાકી

નવી દિલ્હી: મોદી સરકાર હાલમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોને લઈને વિરોધનો સામનો કરી રહી છે. જેને લઈને નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાને લઈને જલદી જ નવા નિયમો બનાવવામાં આવશે.

હજુ પણ 1.30 લાખ કરોડ ચૂકવવાના બાકી

નાણાપ્રધાને કહ્યું હતું કે, અગાઉની સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા માટે ઓઈલ બોન્ડ લેવામાં આવ્યા હતા. જેની ચૂકવણી હાલમાં પણ ચાલી રહી છે. હજુ પણ સરકારે 1.30 લાખ કરોડ ઓઈલ બોન્ડ પેટે ચૂકવવાના બાકી છે. જ્યારે પાછલા 5 વર્ષોમાં 60 હજાર કરોડથી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી છે.

ABOUT THE AUTHOR

...view details