ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sitharaman Daughter Wedding: નાણા પ્રધાનની દીકરીએ સાદગીથી કર્યા લગ્ન, જમાઈ છે PM મોદીના ખાસ - PARAKALA WANGMAYI

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના લગ્ન પ્રતીક સાથે સાદગીપૂર્ણ રીતે થયા હતા. જેમાં કોઈ VIP મહેમાન કે મોટા રાજકીય નેતાએ ભાગ લીધો ન હતો. આવો જાણીએ નિર્મલા સીતારમણના જમાઈ કોણ છે અને તેઓ શું કરે છે, કેવી રીતે તેઓ PM મોદી માટે ખાસ છે....

Etv BharatSitharaman Daughter Wedding
Etv BharatSitharaman Daughter Wedding

By

Published : Jun 9, 2023, 1:04 PM IST

નવી દિલ્હી:નાણાપ્રધાન નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના લગ્ન ગુરુવાર, 8 જૂનના રોજ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે થયા. લગ્નની તમામ વિધિઓ બેંગલુરુમાં સીતારમણના ઘરે કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્ન સમારોહમાં કોઈ નેતા કે VIP ગેસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું નથી. લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને મિત્રો જ હાજર રહ્યા હતા. આવો જાણીએ નિર્મલા સીતારમણના જમાઈ કોણ છે અને શું કરે છે...

સીતારમણના જમાઈ પીએમઓમાં કામ કરે છે: સીતારમણના જમાઈનું નામ પ્રતીક છે. તેમની પુત્રી પરકલા અને પ્રતિકના લગ્ન બ્રાહ્મણ પરંપરા મુજબ થયા હતા. ઉડુપી અદમારુ મઠના સંતોએ લગ્નની તમામ વિધિઓ કરી અને બંનેને આશીર્વાદ આપ્યા. જણાવી દઈએ કે સીતારમણના જમાઈ પ્રતીક 2014થી PMO ઓફિસ સાથે જોડાયેલા છે.

પ્રતીક પીએમ મોદી માટે ખાસ છે: પ્રતીક પીએમ મોદીનો ખાસ સાથી છે. તેઓ લાંબા સમયથી તેમની સાથે કામ કરી રહ્યા છે. મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે પ્રતિક તેમની ઓફિસમાં રિસર્ચ આસિસ્ટન્ટ હતા. આ પછી જ્યારે મોદી પીએમ બન્યા તો પ્રતીકને પીએમઓમાં બોલાવવામાં આવ્યા. તે ઓફિસમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) હેઠળ સંશોધન અને વ્યૂહરચનાનું કામ જુએ છે. 2019માં તેમને જોઈન્ટ સેક્રેટરીનો હોદ્દો આપવામાં આવ્યો અને OSD બનાવવામાં આવ્યો.

પ્રતીક અને પરકલાનું શિક્ષણ:પ્રતીક સિંગાપોરની મેનેજમેન્ટ સ્કૂલમાંથી સ્નાતક થયા છે અને હાલમાં PMOમાં OSD તરીકે કામ કરી રહ્યા છે. તે જ સમયે, સીતારમણની પુત્રી પરકલા વ્યવસાયે પત્રકાર છે. તે મિન્ટ લાઉન્જમાં ફીચર રાઈટર છે. તેમણે મેડિલ સ્કૂલ ઓફ જર્નાલિઝમ, નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, યુએસએમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. પાર્કલાએ દિલ્હી યુનિવર્સિટી (DU)માંથી અંગ્રેજીમાં માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી છે.

આ પણ વાંચો:

  1. IRCTC Tour Packages : સાત જ્યોતિર્લિંગના દર્શન કરવાની સુવર્ણ તક, માત્ર આટલા રુપિયામાં ઘણી સુવિધાઓ
  2. RBI Monetary Policy: RBIની રાહત, સતત બીજી વખત રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં વ્યાજદર નહીં વધે

ABOUT THE AUTHOR

...view details