નવી દિલ્હીઃ સહકારી મંડળીઓ માટે 18 ટકાનો વેરો (Budget Tax Sector 2022) ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત અને સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાની દરખાસ્ત. નાણામંત્રીએ બજેટ (Union Budget 2022) ભાષણમાં આવકનો આધાર એક કરોડને બદલે 10 કરોડ કરવાની જાહેરાત કરી હતી.
RBI ડિજિટલ કરન્સી જારી કરશે
ભારતમાં રેગ્યુલેટેડ ડીજીટલ કરન્સી (Regulated digital currency) લાવવાની જાહેરાત કરવામાં આવી છે, બિટકોઈન જેવી ડીજીટલ કરન્સીમાં જોખમી રોકાણને બદલે સલામત રોકાણનો નવો વિકલ્પ ઓફર કરવામાં આવી રહ્યો છે. નાણામંત્રીએ (Nirmala Sitharaman presents Budget 2022) કહ્યું કે, રિઝર્વ બેંક નાણાકીય વર્ષ 2022-23માં ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર 30 ટકાના દરે ટેક્સ લાગશે.