ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Budget Education Sector: કોરોનાકાળમાં શિક્ષણના નુકસાનને પહોચી વળવા ડિજિટલ યુનિવર્સિટી સ્થાપાશે - કોરોનાકાળમાં શિક્ષણ

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં (Budget Education Sector) ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન શિક્ષણનું ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

Budget Education Sector: કોરોનાકાળમાં શિક્ષણના નુકસાનને પહોચી વળવા ડિજિટલ યુનિવર્સિટી સ્થાપાશે
Budget Education Sector: કોરોનાકાળમાં શિક્ષણના નુકસાનને પહોચી વળવા ડિજિટલ યુનિવર્સિટી સ્થાપાશે

By

Published : Feb 1, 2022, 1:10 PM IST

ન્યુઝ ડેસ્ક: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ (Budget Education Sector) ભાષણમાં ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત (Announcement for Digital University) કરી છે, તેમણે કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન શિક્ષણનું ઘણું નુકસાન થયું છે. વન ક્લાસ વન ટીવી ચેનલ (One class one tv channel) 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

આ પણ વાંચો:Union Budget Railway: આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે

માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

કોરોના રોગચાળા (Corona pandemic)ને કારણે જાહેર આરોગ્યને ભારે અસર થઈ છે. ખાસ કરીને લોકોની માનસિક સ્થિતિ પર ઊંડી અસર પડી છે, તેથી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:Indian Coast Guard: 1લી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે ભારતીય કોસ્ટ ગાર્ડ દિવસ, જાણો રસપ્રદ બાબતો

2.37 લાખની MSP

ક્યા વિસ્તારમાં કયો પાક વાવવાનો છે તેનું મૂલ્યાંકન કરવા માટે ખેડૂત ડ્રોનને પ્રોત્સાહન આપવામાં આવશે, જમીનના રેકોર્ડના ડિજિટલાઇઝેશનની યોજના પર ભાર મૂકવામાં આવશે, ઘઉં અને ડાંગરની ખરીદી માટે 2.37 લાખ કરોડ રૂપિયાની MSP આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details