ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kaali Movie Poster Controversy : યુપી બાદ દિલ્હીમાં પણ કાલી ફિલ્મને લઈને FIR - Kali film controversy

લખનઉમાં ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ (Filmmaker Leena Manimekalai) સહિત 3 લોકો વિરુદ્ધ દિલ્હી અને યુપીમાં FIR નોંધવામાં આવી છે. લીના મણિમેકલાઈની આગામી દસ્તાવેજી ફિલ્મ કાલીના પોસ્ટર પર (Kaali Movie Poster Controversy) વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આરોપ છે કે પોસ્ટરમાં હિન્દુ દેવી-દેવતાઓની છબીને બદનામ (Documentary Film Kaali) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Kaali Movie Poster Controversy : યુપી બાદ દિલ્હીમાં પણ કાલી ફિલ્મને લઈને FIR
Kaali Movie Poster Controversy : યુપી બાદ દિલ્હીમાં પણ કાલી ફિલ્મને લઈને FIR

By

Published : Jul 5, 2022, 2:25 PM IST

Updated : Jul 5, 2022, 2:57 PM IST

લખનઉ : ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી (Filmmaker Leena Manimekalai) ફિલ્મ કાલીના પોસ્ટરનો વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પોસ્ટરમાં કાલીમાં સિગારેટ પીતી બતાવવામાં આવી છે. પોસ્ટરમાં માતા કાલીમાં (Kaali Movie Poster Controversy) સિગારેટ પીતી અને એક હાથમાં LGBT સમુદાયનો ધ્વજ પકડીને જોવા મળે છે. આ સંબંધમાં લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ મેકર સહિત 3 લોકો વિરુદ્ધ FIR નોંધાવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીમાં ફરીયાદ નોંધાવામાં આવી છે.

આ પણ વાંચો :કાશ્મીરી પંડિતો માટે શિક્ષણવિદ્ આવ્યા સામે, રાષ્ટ્રપતિને કરી રજૂઆત અને પછી...

ધાર્મિક લાગણીઓને ઠેસ -હઝરતગંજના ઇન્સ્પેક્ટર અખિલેશ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, લખનઉના વજીરગંજના રહેવાસી વેદ પ્રકાશ શુક્લાએ ફરિયાદ આપી હતી. તેણે કહ્યું હતું કે, કાલી ફિલ્મનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં માં કાલીનો વિવાદાસ્પદ ફોટો લગાવવામાં આવ્યો છે. આ ફિલ્મના નિર્દેશક લીના મણિમેકલાઈ, નિર્માતા આશા, સહયોગી અને સંપાદક શ્રવણ ઓનાચને હિંદુ દેવી-દેવતાઓના (Documentary Film Kaali) વિવાદાસ્પદ ફોટા પાડીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે.

આ પણ વાંચો :SRK Defamation Suit : હાઈકોર્ટે આપી 'રઈસ'ને રાહત

ફિલ્મ કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચ -તેમણે કહ્યું કે એડવોકેટ વેદ પ્રકાશની ફરિયાદ પર ડિરેક્ટર લીના મણિમેકલાઈ, નિર્માતા આશા, સહયોગી અને સંપાદક શ્રવણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ 2 જુલાઈના રોજ તેમની ડોક્યુમેન્ટરી ફિલ્મનું (kaali controversial poster) પોસ્ટર શેર કર્યું હતું. તે પોસ્ટમાં લખ્યું હતું કે તેની ફિલ્મ કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં (canada film festival) લોન્ચ કરવામાં આવી છે. સમાચાર એજન્સી પ્રમાણએ દિલ્હી પોલીસના IFSO યુનિટે ફિલ્મ 'કાલી' સંબંધિત વિવાદાસ્પદ (Delhi Police Kaali Movie) પોસ્ટરના સંબંધમાં IPCની કલમ 153A અને 295A હેઠળ FIR નોંધી છે.

Last Updated : Jul 5, 2022, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details