મુંબઈઃફિલ્મ નિર્માતા સંદીપ સિંહને (Film producer Sandeep Singh) ફેસબુક પર કોઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સંદીપ સિંહે મુંબઈ પોલીસને (Mumbai Police) પણ ફરિયાદ કરી છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફેસબુક પર સંદીપને ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે, જે રીતે લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Punjabi Singer Sidhu Moose Wala murder) હત્યા કરવામાં આવી હતી, તે જ રીતે તેની પણ હત્યા કરવામાં આવશે.
ફિલ્મ નિર્માતા સંદીપ સિંહને મળી જાનથી મારી નાખવાની ધમકી.. - Cyber Branch
ફિલ્મ નિર્માતા સંદીપ સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ફિલ્મ નિર્માતાએ આ અંગે મુંબઈ પોલીસમાં (Mumbai Police) ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસની સાયબર શાખા પણ આ કેસની તપાસમાં મદદ કરી રહી છે.
આ પણ વાંચો:રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ ફરી ચિંતાજનક જાણો, આજના કોરોનાના કેસ વિશે...
ફેસબુક એકાઉન્ટ પર મળી જાનથી મારી નાખવાની ધમકી:એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સંદીપ સિંહની ફરિયાદના આધારે ઉપનગરીય અંધેરીના અંબોલી પોલીસ સ્ટેશનમાં (Mumbai Police) બુધવારે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું, સોમવારે સંદીપ સિંહને તેના ફેસબુક એકાઉન્ટ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ધમકીમાં અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે, સંદીપ સિંહને પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની જેમ મારી નાખવામાં આવશે. સંદીપ સિંહને કૃષ્ણ સિંહ રાજપૂતના ફેસબુક એકાઉન્ટ (Krishna Singh Rajput's Facebook account) પરથી ધમકીઓ મળી હતી. અંબોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની સાયબર શાખા (Cyber Branch) પણ આ કેસની તપાસમાં મદદ કરી રહી છે.